- મુંબઈમાં શિક્ષા પ્રણાલી અંગે બોમ્બે હાઈકોર્ટ નારાજ
- બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની કાઢી ઝાટકણી
- મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કારણે ધોરણ 10ની પરીક્ષા રદ કરી હતી
- સરકારના આ નિર્ણયને ધનંજય કુલકર્ણીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં 10મા ધોરણની પરીક્ષા રદ કરવાના નિર્ણય પર બોમ્બે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવી રાખી છે. જસ્ટિસની બેન્ચે સરકાર પાસે આ મામલે જવાબ પણ માગ્યો છે.
આ પણ વાંચો- હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફાર
અરજીમાં મહારાષ્ટ્ર સરકારે 10મા ધોરણની પરીક્ષા રદ કરી તે નિર્ણયને પડાકારાયો
જસ્ટિસની બેન્ચ અહીં એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજી ધનંજય કુલકર્ણી તરફથી સરકારના નિર્ણયને પડકાર માટે દાખલ કરવામાં આવી હતી. અરજીમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા 10મા ધોરણની પરીક્ષા રદ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- કરોડોના કૌભાંડ મામલે CID ક્રાઇમમાં ઊંઝાના MLA અને APMCના સત્તાધીશ સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ
શિક્ષણ પ્રણાલીને મહારાષ્ટ્ર સરકારે મજાક બનાવી દીધીઃ હાઈકોર્ટ
આપને જણાવી દઈએ કે, કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે 10મા ધોરણની માધ્યમિક સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા રદ કરી દીધી હતી. સરકારી વકીલ પી. બી. કાકડેએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, સરકાર તરફથી પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે, જેના પર 2 અઠવાડિયાની અંદર આ નિર્ણય લેશે. આના પર જસ્ટિસ કથવાલાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવી દીધી છે. જસ્ટિસની બેન્ચે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે કે, શું કોર્ટ SSCની પરીક્ષાને રદ કરવા માટે તેમનો નિર્ણયને સુરક્ષિત રાખે. તેમણે સરકારને આ બાબતે એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. આ કેસની સુનાવણી આગામી અઠવાડિયામાં થશે.