ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: મોલમાં લાગેલી આગમાં 10ના મોત, 14 કલાક બાદ પણ આગ બેકાબૂ

મુંબઈના ભાંડુપમાં આવેલા એક મોલમાં મોડીરાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. અગ્નિશામક દળના જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Maharashtra
Maharashtra
author img

By

Published : Mar 26, 2021, 7:03 AM IST

Updated : Mar 26, 2021, 2:11 PM IST

  • આગમાં 10 લોકોના મોત, વધી શકે છે મોતનો આંકડો
  • દર્દીને બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • ઉદ્ધવ ઠાકરએ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી

મુંબઈ: મુંબઈના ભાંડુપમાં આવેલા એક મોલમાં મોડીરાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. અગ્નિશામક દળના જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સમગ્ર ધટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઉદ્ધવ ઠાકરએ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.

ઉદ્ધવ ઠાકરએ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી

આગની ઘટના અંગે મુંબઇના મેયરે કહ્યું કે, હજુ સુધી આગ લાગવાના કારણોની જાણકારી મળી નથી. મેં મોલમાં પહેલીવાર કોઈ હોસ્પિટલ જોઇ છે, તેની કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સંક્રમિત સહિત 76 દર્દીઓનું બીજી હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

મોલમાં બનેલી હોસ્પિટલમાં લાગી આગ, 10ના મોત

આગ લાગવાના કારણોની કરાઈ રહી છે તપાસ

આગને કાબૂમાં લેવા અગ્નિશામક દળના 20થી વધુ વાહનો સ્થળ પર હાજર છે. મોડી રાત્રે લગભગ 11.30 વાગ્યે આગ લાગી હતી, આગ કેવી રીતે તેની તપાસ કરવામાં આવી રહી છે. વળી, હોસ્પિટલની અંદર એવી પણ શોધ પણ કરવામાં આવી રહી છે કે અંદર ક્યાંય કોઈ દર્દી ફસાયો તો નથી ને.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના દમોહ બસ સ્ટેન્ડમાં અગ્નિ તાંડવ , 7 બસ થઈ ખાખ

મૃતકોની સંખ્યા વધી શકે છે

સમગ્ર ઘટનાને લઈને DCP પ્રશાંત કદમે જણાવ્યું કે, લગભગ 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 10 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે.

ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે: મુંબઇ મેયર

આગ લાગવાની ઘટના પર મુંબઇના મેયરે કહ્યું કે, હજુ સુધી આગ લાગવાના કારણોની જાણકારી મળી નથી. મેં મોલમાં પહેલીવાર કોઈ હોસ્પિટલ જોઇ છે, તેની કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સંક્રમિત સહિત 76 દર્દીઓનું બીજી હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈ: મોલમાં બનેલી હોસ્પિટલમાં લાગી આગ, 10ના મોત

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પુણેના શિવાજી બજારમાં લાગી આગ, 25 દુકાનો બળીને રાખ

આ પહેલા મહારાષ્ટ્રના પુણેમાં આવેલા શિવાજી બજારમાં લાગી હતી આગ

અગાઉ મહારાષ્ટ્રમાં આવેલા પુણેના શિવાજી બજારમાં આગ લાગી હતી. અગ્નિશામક દળના અનેક વાહનોએ ઘટના સ્થળે પહોંચીને 40 મિનિટમાં આગને કાબૂમાં લીધી હતી. પ્રારંભિક અંદાજ મુજબ બજારની અંદરની ઓછામાં ઓછી 25 દુકાનોને નુકસાન થયું છે.

Last Updated : Mar 26, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.