- મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને વડાપ્રધાન વચ્ચે મુલાકાત
- મરાઠા અનામત અંગે ચર્ચા થવાની સંભાવના
- મરાઠા અનામત અંગે ઉપસમિતિએ આપ્યું નિવેદન
મુંબઈઃ વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાનુસાર, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે મંગળવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે. વાતચીતમાં વડાપ્રધાન સાથે મરાઠા અનામત મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે.
આ પણ વાંચો- પોલીસ વિભાગની ભરતીમાં અનામત મુદ્દે સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે સ્પષ્ટતા કરી
વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પાસે અનામતનો અધિકાર છે
મરાઠા અનામત પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને ઉપસમિતિએ પહેલા કહ્યું હતું કે, સંવિધાનમાં 102મા સંશોધન પછી રાજ્યોએ 50 ટકાથી વધુ અનામત આપવાનો અધિકાર ગુમાવી દીધો છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પાસે અનામતનો અધિકાર છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ મરાઠા અનામત માટે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. તેમણે આનાથી મરાઠા અનામત મુદ્દાને જોવા અને સમુદાયને ન્યાય આપવાનો આગ્રહ કર્યો હતો.
આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને ગેરબંધારણીય જાહેર કર્યું
મરાઠા અનામત ઉપસમિતિના સભ્યોએ રાજ્યપાલ સાથે કરી હતી મુલાકાત
આ પહેલા મુખ્યપ્રધાન અને મરાઠા અનામત ઉપસમિતિના સભ્યોએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી અને તેમણે આ મુદ્દા પર એક પત્ર સોંપ્યો હતો. તેમણે રાજ્યપાલથી રાષ્ટ્રપતિને પત્ર આપવાનો આગ્રહ કર્યો છે.