ETV Bharat / bharat

મહાકુંભ 2021ઃ રાજવી વૈભવ સાથે આજે યોજાશે નિરંજની અખાડાની ભવ્ય પેશવાઈ - શ્રી મહંત ગિરિ મહારાજ

હરિદ્વારમાં મહાકુંભ અંગે આજે નિરંજની અખાડાની ભવ્ય પેશવાઈ કાઢવામાં આવશે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન આ પેશવાઈની આગેવાની કરશે.

મહાકુંભ 2021ઃ રાજવી વૈભવ સાથે આજે યોજાશે નિરંજની અખાડાની ભવ્ય પેશવાઈ

author img

By

Published : Mar 3, 2021, 9:42 AM IST

  • ધર્મનગરી કુંભ મેળાના રંગમાં રંગાઈ ચૂકી છે
  • નિરંજની અખાડાની ભવ્ય પેશવાઈ યોજાશે
  • ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત કરશે આગેવાની

હરિદ્વારઃ ધર્મનગરી કુંભ મેળાના રંગમાં રંગાઈ ચૂકી છે. આજે નિરંજની અખાડાની ભવ્ય પેશવાઈ કાઢવામાં આવશે. અખાડાની પેશવાઈમાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત પણ ભાગ લેશે. હરિદ્વારના એસએમજેએન ડિગ્રી કોલેજમાં બનેલા શિબિરથી પેશવાઈની શરૂઆત થશે. સંપૂર્ણ હરિદ્વારનું ભ્રમણ કરતા પેશવાઈ નિરંજની અખાડામાં પ્રવેશ કરશે. પેશવાઈ દરમિયાન નિરંજની અખાડાના અધ્યક્ષ શ્રીમહંત નરેન્દ્ર ગિરિ મહારાજ, અખાડાના સચિવ રવિન્દ્ર પૂરી મહારાજ સહિત મોટી સંખ્યામાં સાધુ-સંત સામેલ થશે.

પેશવાઈમાં અલ્હાબાદથી લાવવામાં આવેલી ચાંદીના તખ્તોના તાજ હરિદ્વાર પહોંચ્યા

જ્યારે નિરંજની અખાડાના સચિવ અને અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિ મહારાજે જણાવ્યું હતું કે, નિરંજની અખાડાની પેશવાઈ દિવ્ય અને ભવ્ય હશે. પેશવાઈની આગેવાની મુખ્યપ્રધાન કરશે. નિરંજની અખાડાના સચિવ શ્રીમહંત રવિન્દ્ર પૂરી મહારાજે જણાવ્યું હતું કે, પેશવાઈમાં અલ્હાબાદથી લાવવામાં આવેલી ચાંદીના તખ્તોના તાજ હરિદ્વાર પહોંચી ગયા છે. નાસિકથી એક મોટી બ્રાન્ડ પણ પેશવાઈ માટે મગાવવામાં આવી છે. પેશવાઈમાં ઉત્તરાખંડની સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોક કલાકારોને પણ અહીં આમંત્રિત કરાયા છે. તેઓ પોતાની ઝાંખી પ્રસ્તુત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.