ETV Bharat / bharat

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ સન્યાસ લેવાની ઈચ્છા કરી વ્યક્ત

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માગે છે.

Governor Bhagat Singh Koshiyari decides to step down; urges PM to relieve from duties

author img

By

Published : Jan 23, 2023, 4:47 PM IST

મુંબઈ: ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું, 'મેં પીએમને મારી તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવાની મારી ઈચ્છા જણાવી છે.' રાજભવન દ્વારા સોમવારે એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી. રાજ્યપાલે કહ્યું કે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન રાજકીય જવાબદારીઓમાંથી રાજીનામું આપવાની તેમની ઇચ્છા વિશે જાણ કરી હતી. તે જ સમયે, રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'રાજ્યપાલ કોશ્યારીએ તેમનું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓમાં વિતાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.'

  • "During the recent visit of the Hon'ble Prime Minister to Mumbai, I have conveyed to him my desire to be discharged of all political responsibilities and to spend the remainder of my life in reading, writing and other activities," tweets Maharashtra Governor Bhagat Singh Koshyari pic.twitter.com/NOOMkoUroZ

    — ANI (@ANI) January 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો REPUBLIC DAY 2023: પ્રજાસત્તાક દિવસ શા માટે ઉજવવામાં આવે છે, શું છે તેનો ઇતિહાસ અને મહત્વ ?

રાજ્યપાલનું નિવેદન: મીડિયાને આપેલા નિવેદનમાં, કોશ્યારીએ કહ્યું, 'સંતો, સમાજ સુધારકો અને બહાદુર લડવૈયાઓની ભૂમિ- મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યના રાજ્ય સેવક અથવા રાજ્યપાલ તરીકે સેવા આપવી તે મારા માટે સન્માન અને વિશેષાધિકાર છે.' નિવેદનમાં રાજ્યપાલે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમય દરમિયાન મહારાષ્ટ્રના લોકો તરફથી મળેલા પ્રેમ અને સ્નેહને હું ક્યારેય ભૂલી શકું નહિ. માનનીય વડાપ્રધાન તરફથી મને હંમેશા પ્રેમ અને સ્નેહ મળ્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અનેક નિવેદનોને લઈને ચર્ચામાં છે. વિપક્ષે પણ તેમના પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો Budget 2023 થી પગારદાર વર્ગને છે આ 5 અપેક્ષાઓ, income tax ની મર્યાદા વધશે?

પોતાના નિવેદનોને લઈને રહ્યા છે ચર્ચામાં: કોશ્યારીએ મરાઠા ક્ષત્રપ શિવાજી મહારાજ પર આપેલા નિવેદન બાદ જ રાજ્યપાલમાંથી રાજીનામું આપવાનો સંકેત આપ્યો હતો. તેમણે ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણી પર ખેદ વ્યક્ત કર્યો હતો. આ પહેલા પણ કોશ્યારીના એક નિવેદનને લઈને હોબાળો થયો હતો. જુલાઈ 2022 માં તેમણે કહ્યું હતું કે જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવશે તો મુંબઈ દેશની આર્થિક રાજધાની તરીકેનો દરજ્જો ગુમાવશે. તેમની ટિપ્પણી પર તમામ પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. બાદમાં તેણે માફી માગતા કહ્યું કે મુંબઈના વિકાસમાં અમુક સમુદાયોના યોગદાનની કદર કરવામાં તેમને ભૂલ કરી હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.