ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની જામીન રાજ્ય સરકારને થપ્પડ સમાન : ચંદ્રકાંત પાટીલ

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેને લઇને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ પ્રધાન નારાયણ રાણેના કાર્ટે જામીન મંજુર કર્યા છે. ત્યારે મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાન્ત પાટિલે જણાવ્યું હતુ કે, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને જામીન મંજૂરી રાજ્ય સરકારને બીજી થપ્પડ સમાન છે. જ્યારે રાણેને કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા છે.

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની જામીન રાજ્ય સરકારને થપ્પડ સમાન : ચંદ્રકાંત પાટીલ
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની જામીન રાજ્ય સરકારને થપ્પડ સમાન : ચંદ્રકાંત પાટીલ
author img

By

Published : Aug 25, 2021, 1:58 PM IST

  • ભાજપના વડા ચંદ્રકાન્ત પાટીલે તીખી પ્રતિક્રિયા આપી
  • પ્રધાન રાણેની જામીન એ રાજ્ય સરકાર પર બીજી થપ્પડ
  • ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તેમના કથિત નિવેદન નામેજિસ્ટ્રેટ કોર્ટે મોડી રાત્રે જામીન આપ્યા

મહારાષ્ટ્ર( પુણે): કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ જામીન મેળવવા પર મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાન્ત પાટીલે તીખી પ્રતિક્રિયા આપી છે. પુણેમાં તેમણે કહ્યું કે કેન્દ્રીય પ્રધાન રાણેની જામીન એ રાજ્ય સરકાર પર બીજી થપ્પડ છે.

રાણેને કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તેમના કથિત નિવેદનના સંદર્ભમાં, મહાડ મેજિસ્ટ્રેટ કોર્ટે મોડી રાત્રે જામીન આપ્યા હતા. આ પછી, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ટ્વિટર પર 'સત્યમેવ જયતે' લખ્યું હતું. રાણેને કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા છે.

નારાયણ રાણેને જામીન આપતી વખતે કોર્ટે કેટલીક શરતો મૂકી

બીજી તરફ નારાયણ રાણેના વકીલ સંગ્રામ દેસાઈએ કહ્યું કે. કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને જામીન આપતી વખતે કોર્ટે કેટલીક શરતો મૂકી છે. તે 31 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે અને ભવિષ્યમાં આવો ગુનો કરશે નહીં. ભાજપના નેતા પ્રવિણ દરેકર જણાવ્યું કે, મહાદ મેજિસ્ટ્રેટ કોર્ટે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનેજામીન આપવામાં આવ્યા છે.

ઉદ્યોગો પ્રધાન રાણે સામે ચાર FIR નોંધવામાં આવી

મહારાષ્ટ્રમાં કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પ્રધાન રાણે સામે તેમની ટિપ્પણી માટે ચાર FIR નોંધવામાં આવી છે. તેની મંગળવારે બપોરે રત્નાગિરી પોલીસે ધરપકડ કરી હતી અને પછી તેને મહાડ લઈ જવામાં આવ્યો હતા. અગાઉ, ભાજપના નેતા રાણેના વકીલ અનિકેત નિકમે આરોપ લગાવ્યો હતો કે, પોલીસ રાણેની ધરપકડ કરતા પહેલા કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી અને તેઓ તેમની ધરપકડનો વિરોધ કરશે.

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ પ્રધાન નારાયણ રાણેના કાર્ટે જામીન મંજુર કર્યા છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ રાજ્ય સરકારના નિશાના પર હતા.

ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે કડવાશ વધી રહી છે, જે એક સમયે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સત્તામાં 'સાથી' હતા, ત્યારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ટિપ્પણીને લઈને બંને પક્ષોના કાર્યકરોએ મંગળવારે મુંબઈમાં બંન્ને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.