ETV Bharat / bharat

Atiq-Ashraf Shot Dead: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા - અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા પોલીસ વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે.

Atiq Ashraf Shot Dead
Atiq Ashraf Shot Dead
author img

By

Published : Apr 15, 2023, 10:47 PM IST

Updated : Apr 16, 2023, 10:06 AM IST

Atiq-Ashraf Shot Dead: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા

ઉત્તર પ્રદેશ: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. અજાણયા શખ્સો અચાનક આવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળીબારમાં અતિક-અશરફને ગોળી વાગી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આસપાસ પોલીસના જવાનો પણ હાજર હતા અને સાથે મીડિયાના કર્મચારીઓ પણ હાજર હતા. પ્રયાગરાજમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

  • Uttar Pradesh | Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed shot dead while being taken for medical in Prayagraj. pic.twitter.com/8SONlCZIm0

    — ANI (@ANI) April 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પોલીસ વાહન પર હુમલો: અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા પોલીસ વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક અહેમદ અને અશરફની મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી છે. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે.

બંને આરોપીઓ પર ફાયરિંગ: આ હુમલો પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલ પાસે ત્યારે થયો જ્યારે પોલીસ ટીમ અતિક અને અહેમદને લઈ જઈ રહી હતી. દરમિયાન ત્રણ હુમલાખોરો અચાનક વચમાં પહોંચી ગયા હતા અને ઝડપથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે ઘટનાસ્થળેથી હુમલાખોરોને ઝડપી લીધા છે. આ સમગ્ર હુમલો મીડિયા અને પોલીસની સામે કરવામાં આવ્યો છે.

અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર: ગુરૂવારે યુપી એસટીએફએ યુપીના ઝાંસીમાં અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કર્યું હતું. આ સાથે શૂટર ગુલામનું પણ મોત થયું હતું. એસટીએફની ટીમ છેલ્લા દોઢ મહિનાથી અસદ અહેમદ અને ગુલામને શોધી રહી હતી. આ એન્કાઉન્ટર યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં થયું હતું.

પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા: યુપીના પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન તે અને તેના એક ગનર્સનું ગોળી વાગવાથી મોત થયું હતું. જ્યારે અન્ય ગનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Last Updated : Apr 16, 2023, 10:06 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.