લુધિયાણા(પંજાબ): પંજાબના લુધિયાણા શહેરની CMC(ludhiana) કોલોનીમાં એક દીયરે પોતાની જ ભાભીની ઘાતકી હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે,(murder case of sister in law) જેનો એક ભયાનક વીડિયો પણ સામે આવી રહ્યો છે, મૃતક મહિલાની ઓળખ સુમન તરીકે થઈ છે,(Ludhiana panjab murder case) જેનું ઉંમર 40 વર્ષની હતી. પોલીસે દીયર અરવિંદ સામે કેસ નોંધ્યો છે. આરોપી હજુ સુધી ફરાર છે. જેને પકડવા માટે પોલીસે તમામ ટીમને એલર્ટ પર મૂકી દીધી છે.
છરી વડે હુમલો : હકીકતમાં આ મામલો ઘરેલું ઝઘડાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપી પહેલેથી જ પૂરી તૈયારી સાથે હુમલો કરવા આવ્યો હતો, જ્યારે તેના ભત્રીજાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ તેના પર છરી વડે હુમલો કર્યો, તે પણ ઘાયલ થયો છે. જ્યારે કેએ સુમનના ગળાના ભાગે છરી વડે હુમલો કર્યો હતો જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
હોસ્પિટલમાં કરાયો દાખલ: હુમલાના એક ભયાનક ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જેમાં આરોપી અરવિંદ સીધો આવે છે અને અભિષેકને થપ્પડ મારે છે, અને પછી જ્યારે સુમન તેને રોકે છે, ત્યારે તે તેના પર છરી વડે હુમલો કરે છે. લોકો ઘટનાસ્થળે પહોંચે છે, પણ ત્યાં મોડું થઈ ગયું હોય છે. તેના ઈજાગ્રસ્ત પુત્રને લુધિયાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.