નવી દિલ્હીઃ સામાન્ય લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. પેટ્રોલિયમ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે (બુધવાર)થી તાત્કાલિક અસરથી કોમર્શિયલ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરની કિંમતમાં યુનિટ દીઠ રૂપિયા 350.50 અને ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 50નો વધારો કર્યો છે.
આ પણ વાંચો: Z Plus Security to Mukesh Ambani: મુકેશ અંબાણી અને તેમના પરિવારને દેશ-વિદેશમાં મળશે Z+ સુરક્ષા
LPG સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો: સુધારેલા દરો મુજબ, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં પ્રતિ યુનિટ રૂપિયા 2,119.50 થશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમત પ્રતિ યુનિટ રૂપિયા 1,103 થશે. આ વર્ષે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલા 1 જાન્યુઆરીએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં યુનિટ દીઠ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો: ANI અનુસાર, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરની નવી કિંમત આજથી લાગુ થઈ ગઈ છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ભારે વધારો થયો છે. 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 350.50 રૂપિયા મોંઘો થયો છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા થઈ ગઈ છે. હવે દેશના મોટા શહેરોમાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત આ રીતે રહેશે. મુંબઈમાં પ્રતિ સિલિન્ડર 1052.50 રૂપિયાના બદલે 1102.50 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં પહેલા જ્યાં કિંમત 1079 રૂપિયા હતી, હવે તે વધીને 1129 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. ગઈકાલ સુધી ચેન્નાઈમાં પ્રતિ સિલિન્ડરની કિંમત 1068.50 રૂપિયા હતી જે વધીને 1118.50 રૂપિયા થઈ ગઈ છે.