ETV Bharat / bharat

Cyclonic Storm 'TEJ' : અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે - IMD - ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ મોડલ

ભારતીય હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાનને 'તેજ' ને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. જેના અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ રવિવાર સુધીમાં વધુ તીવ્ર બનીને ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. ઉપરાંત આ ચક્રવાત ઓમાન અને યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.

Cyclonic Storm 'TEJ'
Cyclonic Storm 'TEJ'
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 5:38 PM IST

નવી દિલ્હી : બિપરજોય ચક્રવાતનો માર જીલ્યા બાદ હાલમાં ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ફેરવાઈ રહી છે. જે 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાનું અનુમાન છે. ચાલુ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન સર્જાયું છે. હિંદ મહાસાગર વિસ્તારમાં અનુસરવામાં આવેલા સૂત્ર મુજબ આ ચક્રવાતને 'તેજ' નામ આપવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ : ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી વાવાઝોડું રવિવારે વધુ તીવ્ર બનશે અને ઓમાનના દક્ષિણ કિનારા અને તેની નજીકના યમન તરફ આગળ વધવાની સંભાવના છે. જોકે, હવામાનશાસ્ત્રીઓ મતાનુસાર જેમ ચક્રવાત બિપરજોયના કિસ્સામાં બન્યું હતું તેમ અમુક સમયે ચક્રવાતના અનુમાનિત રુટ અને તીવ્રતામાં બદલાવ આવી થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, બિપરજોય જૂન મહિનામાં અરબી સમુદ્રમાં રચાયું હતું. જે શરૂઆતમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. ત્યારબાદ ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ થયું હતું.

  • A depression has formed over southwest Arabian Sea about 920 km east-southeast of Socotra (Yemen), 1190 km southeast of Salalah Airport (Oman) at 0830 hours IST of today, the 20th Oct. To intensify into a CS during next 24 hrs and further into a Severe Cyclonic Storm on 22nd.

    — India Meteorological Department (@Indiametdept) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુજરાત પર ખતરો ? ખાનગી ફોરકાસ્ટિંગ એજન્સી સ્કાયમેટ વેધરે જણાવ્યું હતું કે, મોટાભાગના મોડલ સૂચવે છે કે વાવાઝોડું યમન-ઓમાનના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જોકે ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ મોડલ અનુસાર ચક્રવાત અરબી સમુદ્રના મધ્ય ભાગો પરથી પુનરાવર્તિત થઈ પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠા તરફ જાય તેવું અનુમાન છે.

'તેજ'ની ઝડપ કેટલી ? ચક્રવાતી વાવાઝોડું 62-88 કિમી પ્રતિ કલાકના મહત્તમ પવનની ઝડપની કેટેગરીમાં વર્ગીકૃત થયેલ છે. જ્યારે પવનની મહત્તમ ઝડપ 89-117 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તો તેને ગંભીર ચક્રવાતી વાવાઝોડું કહેવામાં આવે છે.

  1. Anand Free Grain: ચણાનો જથ્થો ગુણવત્તાના પરીક્ષણમાં ફેઈલ, લાભાર્થીઓને રાસનના ચણા માટે જોવી પડશે રાહ
  2. Israel-Hamas War : અમેરિકાએ ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે યુએનના ઠરાવને વીટો કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.