ETV Bharat / bharat

12 વર્ષે બાવો બોલ્યો, મારું નામ અમન રાણા નહીં પણ અકરમ ખાન છે - Haryana Love Jihad

હરિયાણાના યમુનાનગરમાં કથિત લવ જેહાદ (Haryana Love Jihad)નો મામલો સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે, પીડિત મહિલા લગ્નના 12 વર્ષ બાદ પોલીસ પાસે પહોંચી છે. યમુનાનગર એસપીને ફરિયાદ આપીને ન્યાયની અપીલ કરી છે.

12 વર્ષે બાવો બોલ્યો, મારું નામ અમન રાણા નહીં પણ અકરમ ખાન છે

author img

By

Published : May 29, 2022, 3:48 PM IST

યમુનાનગરઃ હરિયાણાના યમુનાનગર જિલ્લામાં રહેતી એક મહિલાએ તેના પતિ પર લવ જેહાદ (Haryana Love Jihad)ના નામે તેની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિત મહિલાએ યમુનાનગર (love jihad in yamunanagar)એસપીને મળીને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહિલાના કહેવા પ્રમાણે, 12 વર્ષ પહેલા એક મુસ્લિમ યુવકે તેનો ધર્મ છુપાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેના પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. તેને ધમકી આપવામાં આવી હતી કે, જો તે પોતાનો ધર્મ નહીં બદલે તો તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવશે. પીડિત મહિલાનો (love jihad with Yamunanagar woman) આરોપ છે કે, તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

જાણો શું છે કથિત લવ જેહાદની આખી કહાણી - પીડિત હોવાનો દાવો કરનારી મહિલા બિલાસપુરની રહેવાસી છે. મહિલાના પ્રથમ લગ્ન 2006માં થયા હતા. બાદમાં તેના પહેલા પતિનું અવસાન થયું. મહિલાને તેના પહેલા લગ્નથી એક પુત્ર છે. પહેલા પતિના અવસાન બાદ તેના સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ મહિલાએ એક સ્કૂલમાં કામ કરવાનું શરૂ કર્યું. 2011માં, તેણીએ તે જ સ્કૂલ બસના ડ્રાઇવર સાથે અફેર શરૂ કર્યું જેમાં તે કામ કરતી હતી. થોડા સમય સુધી પ્રેમસંબંધ રહ્યા બાદ 2012માં બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. મહિલાનો આરોપ છે કે, લગ્ન સમયે યુવકે તેનું નામ અમન રાણા જણાવ્યું હતું. લગ્ન બાદ બંને ભાડા પર રહેવા લાગ્યા.

આ પણ વાંચો: માનવતા હજી મરી નથી : રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌ કોઇને ચોકાવી દિધા

લગ્નના થોડા મહિના બાદ જ્યારે મહિલા તેના પતિના પરિવારના ઘરે ગઈ, ત્યારે તેને ખબર પડી કે તેનું નામ અમન રાણા નહીં પણ અકરમ ખાન છે. પતિના પરિવારના સભ્યોએ મહિલા પાસેથી બળજબરીથી નોન-વેજ ફૂડ બનાવવાનું શરૂ કર્યું. બીજા (કથિત અમન રાણા) લગ્નથી મહિલાને એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો. મહિલાનો આરોપ છે કે, તેના બાળકોના નામ પણ મુસ્લિમ ધર્મ અનુસાર બળજબરીથી રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આમિર ખાનનો ગોલગપ્પા ખાવાનો વીડિયો વાયરલ, યૂઝર્સે કરી આવી કોમેન્ટ્સ....

મહિલાનો આરોપ છે કે, બધું બરાબર હતું, પરંતુ બાદમાં તેના પર ધર્મ બદલવાનું દબાણ (love jihad in haryana ) કરવામાં આવ્યું. આટલું જ નહીં, તેના પરિવારના સભ્યોએ તેના પર પહેલા પતિથી મોટા પુત્રનું નામ બદલીને મુસ્લિમ રાખવાનું દબાણ શરૂ કર્યું, પરંતુ તેણે ના પાડી દીધી. પીડિત મહિલા ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરતાં અકરમના ઘરેથી ભાગી ગઈ હતી. મહિલાનો આરોપ છે કે, હવે તેના પતિ અકરમે બીજા લગ્ન કરી લીધા છે અને તેની સાથે રહેવા લાગ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.