ETV Bharat / bharat

‘લોંગ કોવીડ’: કેટલાક લોકો કોરોનામાંથી કેમ ઝડપથી સ્વસ્થ થતા નથી? - Homoeopathynews

એમ.ડી (હોમીયોપેથી) એવા દિલ્હી ખાતે હોમીયોપેથીની પ્રેક્ટીસ કરી રહેલા અને સંશોધક તેમજ ગવર્નમેન્ટ ઓફ એનસીટી દિલ્હીના બોર્ડ ઓફ હોમીયોપેથીક સીસ્ટમ ઓફ મેડીસીનના વાઇસ ચેરમેન ડૉ. અરૂને આ બાબતે કેટલીક માહિતી આપી હતી.

Long COVID
Long COVID
author img

By

Published : Nov 6, 2020, 4:59 PM IST

હૈદરાબાદ: દેશ અને દુનિયામાં હાલમાં કોરોનાનો સમય ચાલી રહ્યો છે. એક ફીઝીશીયન અને હોમીયોપેથીના સ્પેશીયલીસ્ટ તરીકે મારા ક્લીનીકમાં હું કેટલીક નવી ચીજોનો અનુભવ કરી રહ્યો છું. મારા એક દર્દી એક મહિનાથી વધુ સમય પહેલા કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ સ્થીતિને ‘લોંગ કોવીડ’ કહેવામાં આવે છે. તેની દર્દીના જીવન પર ખુબ જ નકારાત્મક અસર પડે છે. તે દર્દીની ફરીયાદ છે કે માત્ર થોડું કામ કર્યા પછી પણ તેમને થકાન અનુભવાય છે. અત્યાર સુધી લોકોની જીંદગી બચાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ હતુ પરંતુ હવે લોકોમાં એક અન્ય વસ્તુ સામાન્ય બની છે કે કોવીડ-19થી સંક્રમીત થયેલા લોકો લાંબા સમયની અસરોનો સામનો કરી રહ્યા છે.

‘લોંગ કોવીડ’ શું છે ?

  • હજુ સુધી ‘લોંગ કોવીડ’ની કોઈ વ્યાખ્યા તબીબી ક્ષેત્રે ઉપલબ્ધ નથી પરંતુ હા કોરોનાના સંક્રમણ બાદ અનુભવાતી નબળાઈ અને થાક એ આ પ્રકારના સંક્રમણનું સૌથી સામાન્ય લક્ષણ છે. તેના અન્ય લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ થવી, સારવાર બાદ પણ ઉધરસ ન મટવી, સાંધાના દુખાવા, જોવા અને સાંભળવાની તકલીફ, માથાનો દુખાવો, સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ નબળી પડવી તેમજ ફેફસા, હ્રદય, કીડની અને આંતરડાને નુકસાન પહોંચવા સહિતના લક્ષણોનો સમાવેશ થાય છે.
  • આ ઉપરાંત માનસીક બીમારીના કેટલાક લક્ષણો જેવા કે તનાવ, અશાંતી, મૃત્યુનો ડર, એકલા પડી જવાનો ડર અને વીચાર પર કાબુ મેળવવાની અશક્તિ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.
  • ‘લોંગ કોવીડ’ વ્યક્તિની જીવન જીવવાની રીતને ધ્વસ્ત કરી શકે છે. મારા એક દર્દી શ્રીમાન સીંઘલે (નામ બદલવામાં આવ્યુ છે) મને જણાવ્યુ હતુ કે, ‘મેં ક્યારેય ન અનુભવ્યો હોય તેવા થાકનો મને અનુભવ થઈ રહ્યો છે.’
  • માત્ર ઇન્ટેન્સીવ કેરમાંથી બહાર આવેલા દર્દીઓને જ લોંગ કોવીડ હોવાની સંભાવના છે એવું નથી પરંતુ કોરોના વાયરસના હળવા લક્ષણો ધરાવતા દર્દીને પણ લોંગ કોવીડ હોય શકે છે અને પરીણામે તેમને પણ શરીરના કોઈ ભાગમાં મુશ્કેલી સર્જાય શકે છે. દર દસમાંથી એક દર્દીને ત્રણ અઠવાડિયા પછી પણ Covid-19ના લક્ષણો જણાય છે.
  • યુનાઇટેડ કીંગ્ડમમાં થયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યુ હતુ કે, યુકેમાં આશરે ચાર મીલિયન લોકોમાંથી 12% લોકોમાં 30 દિવસ પછી પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. અહીંનો તાજેતરનો અપ્રકાશીત ડેટા જણાવે છે કે દર પચાસ દર્દી સામે એક દર્દીમાં (એટલે કે કુલ દર્દીના 2% દર્દી) 90 દિવસ પછી પણ ‘લોંગ કોવીડ’ ના લક્ષણો જણાયા હતા.

આ વાયરસ ‘લોંગ કોવીડ’નું કારણ કઈ રીતે બની શકે છે ?

  • આ વાયરસની અસર સામાન્ય રીતે આખા શરીરમાં હોતી નથી પરંતુ શરીરના કેટલાક ભાગોમાં થોડા અંશે તેની અસર રહેતી હોય છે.
  • લંડનની કીંગ્સ કોલેજના પ્રોફેસર ટીમ સ્પેક્ટર જણાવે છે કે, “જો તમને લાંબા સમય સુધી ઝાડાની અસર રહે તો વાયરસ તમારા આંતરડામાં હોઈ શકે છે, જો તમને ગંધ પારખવાની શક્તિમાં ખામી જણાતી હોય તો તમારા ચેતાતંતુમાં રહેલો વાયરસ તેનું કારણ હોઈ શકે છે.” કોરોના વાયરસ શરીરના વિવિધ પ્રકારના કોષોને એક સાથે સંક્રમીત કરી શકે છે અને તેના કારણે શરીરની પ્રતિકારક ક્ષમતા એક સાથે સક્રીય થાય છે અને પરીણામે સમગ્ર શરીરમાં એક સાથે નુકસાન થાય છે.
  • વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ આખા શરીર પર હાવી થાય છે ત્યારે તેના કારણે વ્યક્તિને ખુબ નાની ઉંમરે હ્રદયની તકલીફ પણ થઈ શકે છે.

જો મને લાગે કે મને લોંગ કોવીડ છે તો મારે શું કરવું જોઈએ ?

  • શરીર માટે ઉર્જા એકઠી કરવા માટે ‘ત્રણ પી’ની ભલામણ કરવામાં આવી છે:
  • ધીરે ધીરે તમારી જાતને ગતિ આપો જેથી તમારે તમારી જાતને ખુબ દબાણ ન કરવું પડે અને ખાતરી કરો કે તમે પુરતો આરામ લઈ રહ્યા છો.
  • તમારા દિવસભરના કામનું યોજનાપૂર્વક આયોજન કરો જેથી તમારા માટે કંટાળાજનક એવી તમારી પ્રવૃતિ તમે અઠવાડિયા દરમીયાન અલગ અલગ ભાગમાં વહેંચીને કરી શકો.
  • પ્રાથમીકતા – તમારે ક્યા કામ ઝડપથી કરવા જરૂરી છે અને ક્યા કામ તમે બાદમાં કરી શકો છો તેના પર વિચાર કરો અને ત્યાકબાદ નિર્ણય લો.
  • જો ધારણા પ્રમાણે તમે સ્વસ્થ ન થઈ રહ્યા હોય તો તમારે તમારા ફીઝીશીયન અથવા હોસ્પીટલની મુલાકાત લેવી જોઈએ.

લોંગ કોવીડની સાથે જ જીવતા શીખવાની તરકીબ:

જે લોકોને કોવીડના હળવા લક્ષણો હોય છે તેઓની લગભગ બે અઠવાડિયામાં સ્વસ્થ થવાની સંભાવના હોય છે. પરંતુ ધીરે ધીરે દર્દીઓની ફરીયાદ આવી રહી છે કે તેમની માંદગી પૂર્ણ થયા પછી પણ કેટલાક અઠવાડિયા બાદ તેમને કેટલાક લક્ષણો જણાઈ રહ્યા છે. આ સ્થીતિ કે જેને લોંગ કોવીડ કહે છે તેને લઈને વૈજ્ઞાનિકો પણ મૂઝવણમાં મુકાયા છે અને તેઓ પણ કોઈ ઈલાજ શોધવા અસમર્થ છે.

હોમીયોપથી મદદરૂપ સાબીત થઈ શકે છે.

હું મારા અનુભવ જણાવું તો મારી પાસે દર રોજના એક કે બે દર્દી એવા આવે છે જેઓ છેલ્લા ત્રણ અઠવાડિયા કે વધુ સમયથી કોવીડ પોઝીટીવ આવ્યા છે અને તેમને હજુ પણ નબળાઈ અને થાકનો અનુભવ થઈ રહ્યો છે. તેમાંના મોટાભાગના કિસ્સામાં હું હોમીયોપથીની દવાઓ આપી રહ્યો છુ અને તેનો સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે. આ દવાઓમાં એર્સેનીકમ એલ્બમ, એસીડ સાર્કોલેક્ટીકમ. બેલાડોના, બ્રાયોનીયા કેમ્ફોરા, ઓક્સિલોકોસીનમ જેવી દવાઓનો સમાવેશ થાય છે જે દર્દીની અલગ અલગ તાસીર પ્રમાણે તેમને આપવામાં આવે છે.

(નોંધ-હોમીયોપથી દવાઓનું સેવન હોમીયોપથીના નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ જ કરવું જોઈએ.)

  • વધુ જાણકારી માટે docarun2@gmail.com પર ડૉ. અરૂનનો સંપર્ક કરી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.