ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી 2024: શરદ પવારે વિરોધ પક્ષોની એકતા માટે હાકલ કરી

author img

By

Published : Aug 31, 2022, 9:13 PM IST

એનસીપીના(NCP) વડા શરદ પવારે લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી પાર્ટીઓની એકતા માટે હાકલ કરી છે. સ્થાનિક પક્ષોને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.Lokshabha Election 2024, National Congress Party,Sharad Pawar calls for united opposition

લોકસભા ચૂંટણી 2024: શરદ પવારે વિરોધ પક્ષોની એકતા માટે હાકલ કરી છે

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (National Congress Party) વડા શરદ પવારે (Party President Sharad Pawar) 2024ની લોકસભા ચૂંટણી(Lokshabha Election) માટે વિરોધ પક્ષોની એકતાની હિમાયત(calls for united opposition) કરી છે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ કોમન મિનિમમ પ્રોગ્રામ(Comman Minimum Programe) હેઠળ એકસાથે ચૂંટણી લડવા પર વિચાર કરી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે દિવસ પહેલા પણ તેમણે કહ્યું હતું કે બિન-ભાજપ પક્ષોને એક કરવા માટે રાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે.

ખોટા વચનોઃસોમવારે થાણેમાં પત્રકારો સાથેની વાતચીતમાં પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે તેમની સરકારે 2014 થી લઈને આજસુધી એક પણ વચન પૂરું કર્યું નથી, જેમાં 'અચ્છે દિન' લાવવા, ગામડાઓને ઇન્ટરનેટ દ્વારા જોડવા અને દરેક ઘરમાં શૌચાલય, પાણી અને વીજળી પૂરી પાડવાનો સમાવેશ થાય છે. પવારે કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય માત્ર નાની પાર્ટીઓને સત્તા પરથી હટાવવાનો છે. તેમણે કહ્યું, "રાષ્ટ્રીય સ્તરે બિન-ભાજપ પક્ષોને એકસાથે લાવવા અને ભાજપ વિરુદ્ધ જનમત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે."

આ પણ વાંચોઃસોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં નિધન, મંગળવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

કેન્દ્ર સરકાર પર નિશાનઃપવારે કહ્યું કે તેઓ આ ઉંમરે કોઈ જવાબદારી લેવા માંગતા નથી. તેમણે કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જાહેર અભિપ્રાય પેદા કરવા માટે હું માત્ર બિન-ભાજપ પક્ષોને સાથે લાવવામાં મદદ કરીશ." વડાપ્રધાને દેશના દરેક નાગરિકને ઘર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ સરકાર તેને પૂર્ણ કરી શકી નથી. હવે 2024 સુધીમાં પાંચ હજાર ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું નવું વચન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃગણેશ ચતુર્થીના દિવસે લાડુ ખાવાની સ્પર્ધા યોજાઇ,આ સ્પર્ધામાં રમેશભાઈએ મારી બાજી

સત્તાનો દૂરૂપયોગઃએનસીપીના વડાએ ભાજપની ટીકા કરતા દાવો કર્યો હતો કે, તે સત્તામાં આવવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે. "ભાજપ તેના વિરોધીઓ સામે જે કરી રહ્યું છે તે સંસદીય લોકશાહી પરના હુમલા સિવાય બીજું કંઈ નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે," તેમણે કહ્યું કે, તમામ બિન-ભાજપ શાસિત રાજ્યોમાં તે ધારાસભ્યોને તોડીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્ર તાજેતરનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે કેરળ અને આંધ્રપ્રદેશમાં ભાજપ નિષ્ફળ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.