- સેવા ફાઉન્ડેશન વેલ્ફેર ટ્રસ્ટે લોકડાઉનમાં માનવતાની મહેર મહેકાવી
- જરુરિયાતમંદ લોકોને ભોજન આપીને ટ્રસ્ટ દ્વારા ઉમદા કાર્ય કરાયુ
- ટ્રસ્ટના સભ્યો દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદોને તબીબી સહાય
કુંદનગરી: બેલાગવીના યુવાનોના એક ગૃપ દ્વારા ભિખારી, ગરીબ અને દૈનિક વેતન કમાનારા શ્રમિકોને ભોજન આપીને આ ઉમદા હેતુને પૂર્ણ કર્યો છે. લોકડાઉન દરમિયાન લોકો તેમના ઘરો સુધી સીમિત હતા. આ સમય દરમિયાન હોટલ અને ઘરેથી ભોજમ માંગીને પેટ ભરનારા ભિખારીઓ માટે અનેક સમસ્યાઓ સર્જાય હતી. લોકડાઉનના આ કપરા સમયગાળા દરમિયાન સેવા ફાઉન્ડેશન વેલ્ફેર ટ્રસ્ટના સભ્યોએ આ ભિખારી અને જરૂરિયાતમંદ લોકોને અન્ન પુરૂ પાડયું હતું. આ ઉપરાંત ટ્રસ્ટના સભ્યો ગરીબ અને જરૂરીયાતમંદોને જરૂરી તબીબી સહાય પૂરી પાડે છે.
જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ફૂડ પેકેટનું વિતરણ
સેવા ફાઉન્ડેશન વેલ્ફેર ટ્રસ્ટના સભ્ય અલ્લાબક્ષ બેપારીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યુ છે કે, જ્યારે અમે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવાનું શરૂ કર્યું, ત્યારે ભિખારીઓની હાલત જોઈને અમને દુ: ખ થયું. અમને લાગ્યું કે, તેને આશ્રયની જરૂર છે, ટ્રસ્ટના સભ્યોએ તેને આશ્રય આપવાનું નક્કી કર્યું. આ પહેલા અમે તેમને નવડાવી સ્વચ્છ કરી તેઓ માટે કપડાં પૂરા પાડ્યા હતા. આ પછી આવા જરુરિયાતમંદ લોકોનું કોરોના પરીક્ષણ માટે સરકારી હોસ્પિટલોમાં લઈ ગયા હતા. આ લોકોમાંથી જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને અમે તેને સરકારી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટર્સમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી.
સ્થાનિક લોકોએ પણ ઉમદા કાર્યમાં સહાય માટે હાથ લંબાવ્યો
લોકડાઉન દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે અને જેઓ રોજિંદા વેતન પર નિર્ભર છે. તેઓને આવકના અભાવને લીધે ઘણું સહન કરવું પડ્યું હતું, તેઓને તેમના પરિવારના સભ્યોનું પેટ ભરવા માટે ભાગ્યે જ ખોરાક મળતો હતો. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં બેલાગવીની સેવા ફાઉન્ડેશન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ખાદ્યપદાર્થો અને દવાઓનો પુરવઠો એકત્ર કરીને તેમને મદદ કરવાનું નક્કી કર્યું. સ્થાનિક લોકોએ પણ આ ઉમદા હેતુમાં સહાય માટે હાથ લંબાવ્યો છે.
બેલાગવીમાં સરકારી પુનર્વસન કેન્દ્રમાં ભિખારીઓને મોકલવામાં આવ્યા
વધુમાં ટ્રસ્ટના સભ્ય જણાવે છે કે, અમે બેલાગવીમાં સરકારી પુનર્વસન કેન્દ્રમાં ભિખારીઓને મોકલી રહ્યા છીએ. તેમની સ્થિતિ દયનીય છે, અમે ભિખારીઓ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને દવાઓની કીટ પણ પ્રદાન કરી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ ચિકમગલુર જિલ્લામાં લોકડાઉનમાં ક્વોરેનટાઈન લોકોની વ્હારે ‘સહાય’ ટીમ
ટ્રસ્ટના સભ્યો દ્વારા આ સમયગાળા દરમિયાન 8 થી વધુ ભિખારીઓ અને માનસિક રૂપે બીમાર લોકોને મદદ કરવામાં આવી છે. ટ્રસ્ટના સભ્યો જરુરિયાતમંદ અને ભિખારીઓને સ્નાન કરાવી કપડાં ઉપલબ્ધ કરાવે છે. આ પછી આ લોકોના સમૂહમાંથી કોઈ પણ કોવિડ પોઝિટિવ દર્દીઓ મળે છે, તો તેઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી બાકીના લોકોને પુનર્વસન કેન્દ્રોમાં ખસેડ્યા છે. ટ્રસ્ટના સભ્યોની દખલને કારણે, ઘણા લોકોએ પુનર્વસન કેન્દ્રોમાં આશ્રય લીધો છે અને ત્યાં નિયમિત તબીબી તપાસ કરાવી રહ્યા છે.
લોકોએ ટ્રસ્ટના સભ્યોના કાર્યોની કરી પ્રશંસા
સેવા ફાઉન્ડેશન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ગયા વર્ષના લોકડાઉન સમયગાળા દરમિયાન આવા જ સામાજિક કાર્યો કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટે દસ હજાર માસ્ક, રાશન અને સેનિટાઇઝર આપ્યા હતા. લોકોએ ટ્રસ્ટના સભ્યોના કાર્યોની પ્રશંસા કરી છે. આપણી આસપાસના આવા પ્રકારનાં સામાજિક કાર્ય જોઈને આનંદ થાય છે. બેલાગવીના યુવાનો બીજા લોકો માટે રોલ મોડેલ બની ગયા છે.