- મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે લૉકડાઉની જાહેરાત કરી
- ગોવામાં મંગળવારે કોરોનાના નવા કેસ 2 હજારને પાર
- ગોવામાં અત્યાર સુધી 1,086ના કોરોનાના કારણે મોત
આ પણ વાંચોઃ વાંસદા તાલુકો વધુ 4 દિવસ, રવિવાર સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ
પણજી (ગોવા): કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા હોવાથી ગોવાના મુખ્યપ્રદાન પ્રમોદ સાવંતે રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. ગોવામાં બુધવારે સાંજથી 3 મે સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન આવશ્યક સેવાઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. જ્યારે સાર્વજનિક પરિવહન બંધ રહેશે. આ ઉપરાંત કસીનો, હોટેલ અને પબ પણ બંધ રહેશે.
આ પણ વાંચોઃ સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતા પાટણના બજારો એક સપ્તાહ બાદ ફરી ધમધમી ઉઠ્યા
મંગળવારે 748 દર્દી સાજા થઈને પરત ફર્યા
ગોવામાં મંગળવારે કોરોનાના નવા 2,110 કેસ નોંધાયા હતા. જ્યારે 31 લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 81,908 થઈ છે. જ્યારે મૃતકની સંખ્યા 1,086 થઈ છે. મંગળવારે 748 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા હતા. આ સાથે જ સાજા થયેલા દર્દીની સંખ્યા 64,231 થઈ છે.