ETV Bharat / bharat

બાળકીએ બનાવ્યો રેકોર્ડ, 17 કિમીનું અંતર ટ્રેકિંગ કરી કાપ્યું - મહારાષ્ટ્ર બે વર્ષની બાળકી ટ્રેકિંગ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના 2 વર્ષ અને દસ મહિનાના (Trekking by Two year old Girl) કેશવી રામ માચીએ ભીમાશંકર કિલ્લાનું 17 કિમીનું ટ્રેકિંગ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ અંતર કાપનાર તે સૌથી નાની વયની ટ્રેકર છે.

બાળકીએ બનાવ્યો રેકોર્ડ, 17 કિમીનું અંતર ટ્રેકિંગ કરી કાપ્યું
2 વર્ષની બાળકીએ યુવાનોને હંફાવ્યા, 17 KMનું ટ્રેકિંગ કર્યું
author img

By

Published : Aug 5, 2022, 8:23 PM IST

દહાણું: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુની (Trekking by Two year old Girl) બે વર્ષની બાળકીએ 17 કિમીનું અંતર ટ્રેકિંગ કરીને કાપી એક રેકોર્ડ (17 Km Trekking via Walk) બનાવી દીધો છે. આ દીકરીનું નામ કેશવી રામ માચી (Keshvi Ram Maharashtra) છે. આ અંતર કાપવામાં એમને 11 કલાકનો સમય લાગ્યો હતો. તારીખ 31 જુલાઈના રોજ એક ટ્રેકર્સ ગ્રુપ (Maharashtra Trekking Group) દહાણુથી ભીમાશંકર જ્યોતિર્લિંગ કિલ્લા (Trekking Spot in Maharashtra) પર ચઢવા માટે ટ્રેકિંગ માટે રવાના થયું હતું. આ જૂથમાં વડકુન ખેતીપાડામાં રહેતો આનંદ માચી તેની પત્ની અને બહેન સાથે ગયો હતો. આ સાથે જ કેશવીએ પણ ચઢવાની ઈચ્છા વ્યક્ત કરી. જો કે, ચઢાણ શરૂ કરતા પહેલા, પરિવાર અને અન્ય લોકોને છોકરી કરી શકશે કે નહીં એ અંગે આશંકા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: કલમ 370 નાબૂદ કરવાના નિવેદન બાદ ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી નજરકેદ

કેશવીના કઠણ કદમ: કેશવીએ સવારે 10.30 વાગ્યે ખંડાસ ગામથી ભીમાશંકર જવા માટે ચઢાણ શરૂ કર્યું. આ દરમિયાન ટ્રેકર્સ પણ તેની સાથે ચાલી રહ્યા હતા. કિલ્લા પર ચઢવા માટે સીડીઓ ન હોવાને કારણે કેશવી ક્યારેક તેના પરિવારના સભ્યોનો હાથ પકડીને ચાલતી હતી. પ્રવાસ દરમિયાન કેશવીને તેના પરિવારના સભ્યોએ એને ખોળામાં તેડી લેવા માટે પણ પ્રયાસ કર્યા હતા. પણ હાથી જેવી હિંમત અને દરિયામાં હિલ્લોળા લેતા મોજા સમાન ઉત્સાહથી લદાયેલી કેશવીએ લગભગ બાર વાગ્યે ગણેશ ઘાટ જવાના રસ્તે કોઈની મદદ વગર 8.70 કિમીનું ચઢાણ પૂરું કર્યું હતું.

મિશન પાર: એ ત્યારપછી દોઢ વાગ્યે પરત ફરવાની યાત્રા શરૂ થઈ ત્યારે પણ તે પોતે આગળ આવી. કિલ્લાના પાયા પર પહોંચીને કેશવી સંપૂર્ણપણે થાકી ગઈ હતી. પરંતુ લોકોના પ્રોત્સાહનથી તેણે એકલા હાથે ભીમાશંકર કિલ્લાની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.કિલ્લાના 17 કિમી ચડવામાં કેશવીને 6 અને પરત આવવામાં 5કલાક 30 મિનિટનો સમય લાગ્યો હતો. તે જ સમયે કેશવીને ટ્રેક પૂર્ણ કરવામાં 11 કલાક અને 30 મિનિટનો સમય લાગ્યો. આ ટ્રેકિંગ સ્પર્ધામાં 62 લોકોએ ભાગ લીધો હતો. કેશવી રામ માચી સૌથી યુવા સ્પર્ધક હતી

આ પણ વાંચો: સુરત નવી સિવિલ હોસ્પિટલ: વોર્ડમાં મહિલા કર્મચારીની રાસલીલાનો વિડીયો વાઈરલ

પહેલું ટ્રેકિંગ: આ કેશવીનું આ પ્રથમ ટ્રેકિંગ અભિયાન હતું. કેશવીએ તેના પિતરાઈ ભાઈ આનંદ માચી પાસેથી ટ્રેકિંગની તાલીમ મેળવી હતી. કેશવીની સર્વત્ર પ્રશંસા થઈ અને અભિનંદન અપાઈ રહ્યા છે. આ ટ્રેકિંગનું આયોજન ગડપ્રેમી ટ્રેકર્સ દહાણુ ગ્રુપના પ્રમુખ અમૂલ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા 2018 થી ટ્રેકિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 65 સ્થળોએ આવા ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.