ETV Bharat / bharat

ન્યાયાધીશ તરીકે કિરપાલના નામની ભલામણનો LGBTQ સમુદાય અને અન્યોએ કર્યું સ્વાગત - પૂર્વ પત્રકાર અને 'સ્ટ્રેટ ટૂ નોર્મલઃ માય લાઈફ એઝ એ ગે મેન'

દિલ્હી હાઈકોર્ટ માટે સૌરભ કિરપાલ (Saurabh Kirpal) તરીકે ભારતના પહેલા સમલૈંગિક ન્યાયાધીશ (Homosexual Judge) મળવાની સંભાવનાનું મંગળવારે વ્યાપક સ્વાગત થયું હતું. LGBTQ સમુદાયના કેટલાક લોકોએ આને ઐતિહાસિક ગણાવ્યું હતું તો અન્ય કેટલાકે આને 'નિષ્પક્ષ ભારત'ના પ્રતિકના રૂપમાં વર્ણવ્યું હતું.

ન્યાયાધીશ તરીકે કિરપાલના નામની ભલામણનો LGBTQ સમુદાય અને અન્યોએ કર્યું સ્વાગત

author img

By

Published : Nov 17, 2021, 9:12 AM IST

  • ભારતને મળશે પહેલા સમલૈંગિક ન્યાયાધીશ (Homosexual Judge)
  • સૌરભ કિરપાલ (Saurabh Kirpal) હશે ભારતના પહેલા સમલૈંગિક ન્યાયાધીશ (Homosexual Judge)
  • દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) માટે સૌરભ કિરપાલના (Saurabh Kirpal) નામને સુપ્રીમ કોર્ટના (Supreme Court) કોલેજિયમની મંજૂરી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ (Delhi High court) માટે સૌરભ કિરપાલના નામને સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના કોલેજિયમે મંજૂરી આપી દીધી છે. સૌરભ કિરપાલ તરીકે ભારતને પહેલા સમલૈંગિક ન્યાયાધીશ મળશે. LGBTQ સમુદાયના કેટલાક લોકોએ આ વાતને ઐતિહાસિક ગણાવી હતી. તો કેટલાકે તેને 'નિષ્પક્ષ ભારત'ના પ્રતિકના રૂપમાં વર્ણવ્યું હતું.

આ પણ વાંચો- LGBTQ સમુદાયે સન્માનની માગ સાથે યોજી રૅલી, 250થી વધુ થર્ડ જેન્ડર્સ સામેલ

વર્ષ 2018 પછી અનેક વખત કિરપાલની ભલામણ રદ થઈ હતી

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રમણની (Chief Justice Justice N. V. Raman) અધ્યક્ષતાવાળી કોલેજિયમની મંજૂરી મળવાની સાથે વરિષ્ઠ વકીલની દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ (Justice of Delhi High Court) બનવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું આગળ વધ્યું છે. તેમના યૌન અભિરૂચિના કારણે તેમના નામની ભલામણ પર નિર્ણય 2018 પછી અનેક વખત રદ થઈ હતી. કેન્દ્રને મંજૂરી માટી ભલામણ મોકલવામાં આવી છે, જે આને પાછી કોલેજિયમ મોકલાઈ શકે છે. જો નામ પાછું જશે તો કેન્દ્રની પાસે આને મંજૂરી આપવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.

અનેક જગ્યાથી ભાવનાત્મક પ્રતિક્રિયા મળી છે

પોતાની સમલૈંગિક સ્થિતિ અંગે ખૂલીને બોલનારા સૌરભ કિરપાલ (49)ના (Saurabh Kirpal) સંભવિત પ્રમોશનના સમાચાર સમલૈંગિક સમુદાયના (LGBTQ Community) લોકો અને પ્રખ્યાત હસ્તીઓ, અધિકાર કાર્યકર્તા અને અન્ય લોકોથી સોશિયલ મીડિયા (Social Meida) તથા અન્ય જગ્યાઓ પર ભાવનાત્મક પ્રતિક્રિયા મળી છે. કિરપાલના મિત્ર, લેખક શરીફ ડી. રંગનેકર માટે આ ભલામણ અવિશ્વસનીય રીતે ખૂબ જ મોટી છે. સાથે જ આ સમુદાયમાં એક સન્માનજનક જીવન જીવવા માટે અનેક લોકોને પ્રેરિત કરશે.

પૂર્વ પત્રકાર-લેખક રંગનેકરે ખુશી વ્યક્ત કરી

પૂર્વ પત્રકાર અને 'સ્ટ્રેટ ટૂ નોર્મલઃ માય લાઈફ એઝ એ ગે મેન'ના લેખક રંગનેકરે કહ્યું હતું કે, હું તમને જણાવી નથી શકતો કે આ સમાચાર સાંભળીને હું કેટલો ખુશ છું. આ નિશ્ચિતપણે સૌરભ કિરપાલની (Saurabh Kirpal) ઉપલબ્ધિ છે. આનો સમગ્ર શ્રેય તેમને જાય છે, પરંતુ અમે એક એવા સમુદાયમાં રહીએ છીએ, જ્યાં ખૂબ જ ઓછા લોકો છે, જે કોઈ વિશેષ પદ પર છે, જે એક વિશેષ રીતે પ્રભાવ રાખે છે. એક એવી ચીજ જેને અમે આજે પામવા માગીએ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સૌરભ ભારતના અલગ કોઈ બીજા દેશમાં જવાનો વિકલ્પ પસંદ કરી શકતા હતા અને વધુ સન્માન પ્રાપ્ત કરી શકતા હતા, પરંતુ તેઓ અહીં જ રહ્યા. તેઓ કોઈ પણ દબાણમાં ઝૂક્યા નહીં. તમે નથી જાણતા કે હજી કેટલા વકીલ કિરપાલના રૂપમાં સામે આવશે. તથા ભેદભાદ નહીં અનુભવે. આ ખરેખર સમુદાય માટે ઐતિહાસિક ક્ષણ છે.

કિરપાલ 2 દાયકાથી વધુ સમયથી ઉચ્ચ કોર્ટમાં વકીલાત કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રધાન ન્યાયાધીશ જસ્ટિસ ભૂપિન્દરનાથ કિરપાલના પુત્ર સૌરભ કિરપાલે (Saurabh Kirpal, son of former Chief Justice Bhupinder Nath Kirpal) ઓક્સફર્ડ યુનિવર્સિટીથી (Oxford University) કાયદાની ડિગ્રી મેળવી છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીથી (Cambridge University) કાયદામાં અનુસ્નાતક થયા છે. તથા જિનેવામાં સંયુક્ત રાષ્ટ્રમાં (UN) એક સંક્ષિપ્ત કાર્યકાળ પછી ભારત પરત ફર્યા છે. કિરપાલ 2 દાયકાથી વધુ સમયથી ઉચ્ચ કોર્ટમાં વકીલાત કરી રહ્યા છે. તેઓ તે મામલામાં નવતેજ જૌહર, રિતુ ડાલમિયા અને અન્ય લોકોના વકીલ હતા, જેમાં વર્ષ 2018માં સમલૈંગિકતાના ગુનાની શ્રેણીથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

નિષ્પક્ષ ભારત માટે એક ઉદાહરણ સાબિત થશે

દિલ્હીના રહેવાસી ટ્રાન્સજેન્ડર મહિલા નાજ જોશીએ કહ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ (Justice of Delhi High Court) તરીકે કિરપાલની સંભવિત નિમણૂક 'નિષ્પક્ષ ભારત' માટે એક ઉદાહરણ સાબિત થશે. તેમણે કહ્યું હતું કે, આ ઉપરાંત ન્યાયપાલિકા પ્રણાલીમાં LGBTQ સમુદાયના એક સભ્ય અમારા સમુદાયને લાભ આપી શકે છે. અમે આશા રાખીએ છીએ કે, તે અમારા અધિકારો માટે લડશે અને ભારતમાં સમલૈંગિક વિવાહને (Same-sex marriage) કાયદેસર બનાવશે, જે સમયની જરૂર છે. આ સમુદાયથી બહારના અનેક લોકોએ આ અંગે ટિપ્પણી પણ કરી હતી.

અભિનેતા ફરહાન અખ્તરે ન્યાયાધીશ કિરપાલની પસંદગીને ઐતિહાસિક ગણાવી

અભિનેતા-ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરના (Actor-filmmaker Farhan Akhtar) વિચારમાં, હાઈકોર્ટ દ્વારા કિરપાલની પસંદગી એક ઐતિહાસિક છે. આ એ દિશામાં એક મોટું પગલું છે કે, યૌન અભિરૂચિ પર નહીં, પરંતુ યોગ્યતા પર ધ્યાન આપવું જોઈએ. તો ફિલ્મ નિર્દેશક અપૂર્વ અસરાનીએ ટ્વીટ કર્યું હતું કે, સૌરભ કિરપાલ (Saurabh Kirpal) સમલૈંગિક રીતે ઓળખાય છે અને LGBTQના અધિકારો અંગે અવાજ ઉઠાવે છે. આજે તેઓ દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ (Justice of Delhi High Court) બનવા માટે તૈયાર છે.

અનેક લોકોએ પણ સોશિયલ મીડિયા પર પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા

કિંગ્શુક બેનરજીએ કહ્યું હતું કે, આ ખરેખર ખુશીની વાત છે. જો આવું થશે તો ભારત યુરોપીય સંઘ અને કેનેડાની લીગમાં સામેલ થઈ જશે. આ ખરેખર ભારતમાં બહુલવાદ અને બહુ-સંસ્કૃતિવાદને પ્રદર્શિત કરે છે. તો કૌસ્તુભ મહેતાએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, અમને લૉ સ્કૂલમાં શિખવવામાં આવ્યું હતું કે, વકીલ સામાજિક એન્જિનિયર હોય છે. સૌરભ કિરપાલના પ્રમોશનથી, સમાવેશ અને બહુલતાનો સંદેશ ન્યાયિક હલકમાં અને સમાજમાં ફેલાઈ જશે. આ સોશિયલ એન્જિનિયરિંગની એક ઉત્કૃષ્ટ કૃતિ હશે.

આ પણ વાંચો- સમલૈંગિક સમુદાયને સ્વીકારવામાંં હજી આપણે પાછળઃ સેલિના જેટલી

દિલ્હી હાઈકોર્ટ કોલેજિયમે વર્ષ 2017માં કિરપાલના પ્રમોશનની ભલામણ કરી હતી

આપને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટ કોલેજિયમે (Delhi High Court Collegium) વર્ષ 2017માં કિરપાલના પ્રમોશનની ભલામણ કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે (Supreme Court Collegium) પણ આ જોગવાઈને મંજૂરી આપી દીધી હતી. જોકે, કેન્દ્રએ કથિત યૌન અભિરૂચિનું (Sexual aptitude) ઉદાહરણ આપતા તેમની ભલામણ પર વાંધો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની (Supreme Court Collegium) ભલામણ વર્ષ 2018માં પહેલી વખત કિરપાલની જવાબદારી પર વિચાર કરવાના લગભગ 3 વર્ષ પછી આવી છે. તેમના નામની ભલામણ અને કેન્દ્રની કથિત આપત્તિ અંગે છેલ્લા 4 વર્ષથી ન્યાયિક ગલીઓમાં વ્યાપક ચર્ચા થતી રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) 60 ન્યાયાધીશોના સ્વીકૃત પદ છે અને વર્તમાનમાં આ 30 ન્યાયાધીશોની સાથે કામ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.