ETV Bharat / bharat

ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ મુદ્દે વકીલ સંજય હેગડેની અરજીની 8 જુલાઈએ સુનાવણી થશે - ટ્વિટરે સંજય હેગડેને લેન્ડમાઝર

એડવોકેટ સંજય હેગડેના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા વિરુદ્ધ કરેલી અરજીની સુનાવણી 8 જુલાઈએ થશે. ઑગસ્ટ 2019માં, ટ્વિટરે સંજય હેગડેને લેન્ડમાઝર તરીકેની એક શેર કરેલી છબીને વિવાદિત રીતે જોવામાં આવી હતી. ત્યારબાદ, ટ્વિટરે ઉપયોગની શરતોના ઉલ્લંઘનનો મામલો જણાવતા સંજય હેગડેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.

ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ મુદ્દે વકીલ સંજય હેગડેની અરજીની 8 જુલાઈએ સુનાવણી થશે

author img

By

Published : Apr 14, 2021, 8:25 AM IST

  • સંજય હેગડેએ તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી માટે કોર્ટમાં અરજી કરી
  • ટ્વિટરે શરતોના ઉલ્લંઘનનો મામલો જણાવી હેગડેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું
  • ટ્વિટરની આ કાર્યવાહી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.: સંજય હેગડે

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ સંજય હેગડેના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવા બદલ કરાયેલી અરજીની 8 જુલાઇએ સુનાવણી કરવામાં આવશે. સંજય હેગડેએ તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી માટે અરજી કરી હતી.

આ પણ વાંચો: બૉલિવૂડના અપમાનજનક રિપોર્ટિંગ પર રોક લગાવવાની અરજી અંગે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

લેન્ડમેજરની છબી શેર કરવામાં આવી હતી

સંજય હેગડેએ ડિસેમ્બર 2019માં એક અરજી કરી હતી. જેમાં, સંજય હેગડેએ હાઇકોર્ટ પાસે માંગ કરી છે કે, સોશિયલ મીડિયામાં સેન્સરશીપના અમલીકરણ માટેની માર્ગદર્શિકા બંધારણની કલમ 19 મુજબ કરવામાં આવે. આ ઉપરાંત, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર દ્વારા 26 ઓક્ટોબર 2019ના રોજ સંજય હેગડેના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઑગસ્ટ 2019માં, ટ્વિટરે સંજય હેગડેને લેન્ડમાઝર તરીકેની એક શેર કરેલી છબીને વિવાદિત રીતે જોવામાં આવી હતી. ત્યારબાદ, ટ્વિટરે ઉપયોગની શરતોના ઉલ્લંઘનનો મામલો જણાવતા સંજય હેગડેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.

એકાઉન્ટ ફરીથી સસ્પેન્ડ કર્યું

હેગડેનું ટ્વિટર એકાઉન્ટ 27 ઑક્ટોબર 2019ના રોજ ફરી શરૂ કરાયું હતું. જ્યારે, 26 ઓક્ટોબર 2019ના તેમનું ટ્વિટ CPIMLના નેતા કવિતા કૃષ્ણન દ્વારા રિટ્વીટ કરવામાં આવ્યું હતું. ત્યારે, ટ્વિટર દ્વારા સંજય હેગડેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. 5 નવેમ્બર, 2019ના રોજ, ટ્વિટરે કહ્યું હતું કે, સંજય હેગડેનું એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તે પછી 7 નવેમ્બર 2019ના રોજ હેગડેએ ટ્વિટર પર કાનૂની નોટિસ મોકલી હતી. 12 નવેમ્બર 2019ના રોજ, ટ્વિટરે ફરીથી કહ્યું કે, તેમનું એકાઉન્ટ ફરીથી ચાલું કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: વોટ્સએપની નવી પોલિસીથી વાંધો હોય તો તેનો ઉપયોગ ન કરો: દિલ્હી હાઈકોર્ટ

ટ્વિટરનું આ પગલું કલમ 19નું ઉલ્લંઘન

તેમના એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવાના ટ્વિટરના જવાબને પગલે હેગડેએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે, પોતાના ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાને બંધારણની કલમ 19નું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ટ્વિટરની આ કાર્યવાહી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.