નવી દિલ્હી: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મંગળવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી કોર્ટે તેને 7 દિવસના NIA રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. બિશ્નોઈ હાલમાં પંજાબની ભટિંડા જેલમાં બંધ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગત વર્ષે નોંધાયેલા એક કેસમાં મંગળવારે બિશ્નોઈને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
-
#WATCH | Gangster Lawrence Bishnoi brought to Delhi's Patiala House Court. pic.twitter.com/2KYrJuxU9T
— ANI (@ANI) April 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Gangster Lawrence Bishnoi brought to Delhi's Patiala House Court. pic.twitter.com/2KYrJuxU9T
— ANI (@ANI) April 18, 2023#WATCH | Gangster Lawrence Bishnoi brought to Delhi's Patiala House Court. pic.twitter.com/2KYrJuxU9T
— ANI (@ANI) April 18, 2023
કેસને વિશેષ NIA કોર્ટમાં ટ્રાન્સફર: આ દરમિયાન NIAએ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસે સાત દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. આ પછી પટિયાલા હાઉસ કોર્ટના મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શૈલેન્દ્ર શર્માએ કેસને વિશેષ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો. આ સાથે કોર્ટે એજન્સીને બિશ્નોઈની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ સાથે જ એજન્સીએ બિશ્નોઈ વિરુદ્ધ વધુ એક નવો કેસ પણ નોંધ્યો છે.
આ કેસમાં લોરેન્સ બિશ્નોઈને રજૂ કરવામાં આવ્યા: વર્ષ 2022માં NIAએ બિશ્નોઈ વિરુદ્ધ ક્રિમિનલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં પૂછપરછ માટે NIAએ બિશ્નોઈને પંજાબની ભટિંડા જેલમાંથી પ્રોડક્શન વોરંટ પર લાવ્યો છે. NIA સાથે પંજાબ પોલીસની એક ટીમ પણ બિશ્નોઈને દિલ્હી લાવવા માટે આવી છે. હવે, NIAની કસ્ટડીની માંગ પર, આ કેસની સુનાવણી પટિયાલા હાઉસ કોર્ટ સ્થિત જજ શૈલેન્દ્ર મલિકની NIA કોર્ટમાં એક વાગ્યે શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ચંદીગઢ સહિત ઘણા રાજ્યોમાં લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ 36 થી વધુ કેસ નોંધાયેલા છે.
11 એપ્રિલે વોરંટ જારી કરવામાં આવ્યું: ગેંગસ્ટર બિશ્નોઈ હાલમાં ભટિંડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. કોર્ટે 11 એપ્રિલે તેની સામે પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું. લોરેન્સ બિશ્નોઈના વકીલે કહ્યું કે જજે રિમાન્ડ એ શરતે મંજૂર કર્યા છે કે આ તપાસ દરમિયાન જે પુરાવા સામે આવ્યા છે તેને રેકોર્ડમાં રાખવામાં આવશે.