ETV Bharat / bharat

લોરેન્સ બિશ્નોઈએ મુસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસ સામે કબૂલ્યું કે...

સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ (siddhu Moosewala murder case) સ્વીકાર્યું છે કે તે પંજાબી ગાયકની હત્યાનો માસ્ટરમાઈન્ડ હતો. પંજાબના ADGP પ્રમોદ બાને ગુરુવારે આ માહિતી આપી હતી.

લોરેન્સ બિશ્નોઈએ મુસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસ સામે કબૂલ્યું કે...
લોરેન્સ બિશ્નોઈએ મુસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસ સામે કબૂલ્યું કે...
author img

By

Published : Jun 24, 2022, 7:53 AM IST

ચંદીગઢ: પંજાબ પોલીસના ADGP પ્રમોદ બાને ગુરુવારે જણાવ્યું હતું કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કબૂલ્યું (Lawrence Bishnoi admits mastermind in Moosewala murder) છે કે, તે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ (Lawrence Bishnoi Confesses) હતો અને ગયા ઓગસ્ટથી તેનું આયોજન કરી રહ્યો હતો. ગેંગસ્ટર વિરોધી ટાસ્ક ફોર્સના વડા બાને જણાવ્યું હતું કે, અન્ય આરોપી બલદેવ ઉર્ફે નિક્કુની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઓનલાઈન ગેમિંગ કૌભાંડનો પર્દાફાશ : એક જ ખાતામાંથી મળ્યા 300 કરોડના વ્યવહારો

ગોળી મારીને હત્યા: 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં સિદ્ધુ મૂઝવાલા તરીકે જાણીતા (MOOSEWALA MURDER CASE PUNJAB POLICE) શુભદીપ સિંહ સિદ્ધુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આના એક દિવસ પહેલા પંજાબ સરકારે ગાયક સહિત 423 લોકોની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. બાને કહ્યું, 'અમે તાજેતરમાં જ આ કેસમાં લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરી હતી અને તેની રિમાન્ડ 27 જૂન સુધી લંબાવવામાં આવી હતી. તેણે કબૂલ્યું છે કે તે મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ હતો.

પંજાબ પોલીસે કડીઓ જોડી: ADGPએ કહ્યું, 'હત્યાને અંજામ આપવાનું (LAWRENCE BISHNOI MASTERMIND IN MOOSEWALA MURDER CASE) કાવતરું ગયા વર્ષે ઓગસ્ટથી ઘડવામાં આવી રહ્યું હતું. અમારી માહિતી મુજબ ત્રણ વખત રેકી કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં પણ શૂટરોનું એક અલગ જૂથ મુસેવાલાને મારવા આવ્યું હતું, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. તેણે એમ પણ કહ્યું કે, ફતેહાબાદના એક પેટ્રોલ પંપમાંથી 25 મેની એક રસીદ મૂઝવાલાની હત્યામાં વપરાયેલ વાહનમાંથી મળી આવી હતી, જેના પગલે પંજાબ પોલીસે કડીઓ જોડી હતી.

આ પણ વાંચો: કેદારનાથમાં માલિકોની 56 કરોડની કમાણી સામે 175 ઘોડા-ખચ્ચરનો જીવ ગયો

સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ: બાને કહ્યું, “અમે ફતેહાબાદ પેટ્રોલ પંપ પરથી મળેલા CCTV ફૂટેજ પરથી આરોપી પ્રિયવ્રત ઉર્ફે ફૌજીની ઓળખ કરી છે. અમે અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી છે અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પૂછપરછ માટે ગયા અઠવાડિયે દિલ્હીથી પંજાબ પોલીસ લાવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોલીસ રિમાન્ડને માનસાની અદાલતે લંબાવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં બે શૂટર્સ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, તેમાંથી એક ઘટના સમયે કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના સંપર્કમાં હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.