ETV Bharat / bharat

મળો લાલુ યાદવને જેમને સાત સંતાનો છે, છતા રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના છે અભરખા

ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની(President Polls 2022) તારીખ જાહેર કરી દીધી છે. આ માટે 18 જુલાઈના રોજ મતદાન પણ યોજાવાનું(Voting for presidential election) છે. આવી સ્થિતિમાં બિહારના લાલુ યાદવે આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની યોજના(Lalu Yadav will run in presidential election) બનાવી છે. જો કે તે લાલુ નથી જે ને બધા ઓળખે છે, પરંતુ તે લાલુ છે જેમને નામાંકન ભરવા માટે જેમને દિલ્હીની ટિકિટ મળી છે.

મળો લાલુ યાદવને જેમને સાત બાળકો છે
મળો લાલુ યાદવને જેમને સાત બાળકો છે
author img

By

Published : Jun 13, 2022, 12:21 PM IST

પટના : લાલુ પ્રસાદ યાદવ પણ આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં(Lalu Yadav will run in presidential election) પોતાનું નસીબ અજમાવતા જોવા મળશે. કારણ કે તેઓ માને છે કે આ ચૂંટણીમાં 'બિહારી' ઉમેદવાર હોવો પણ જરુરી છે. આ લાલુ પ્રસાદ યાદવ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ચીફ નથી, પરંતુ બિહારના સારણ જિલ્લાના રહેવાસી છે. યોગાનુયોગ RJD વડા લાલુ પ્રસાદ યાદવની કર્મભૂમિ પણ સારણ રહી છે.

મળો લાલુ યાદવને જેમને સાત બાળકો છે
મળો લાલુ યાદવને જેમને સાત બાળકો છે

15 જૂને દિલ્હી પહોંચવાની તૈયારીઃ લાલુ યાદવે દાવો કર્યો છે કે તેમણે દિલ્હી જવા માટે પ્લેનની ટિકિટ પણ બુક કરાવી લીધી છે. તેઓ 15 જૂને ઉમેદવારી પત્ર ભરવાની યોજના બનાવી રહ્યા છે. તેમને 2017 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જ્યારે બિહારના તત્કાલિન રાજ્યપાલ રામનાથ કોવિંદ અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. લાલુ યાદવે જણાવ્યું હતું કે, મારા પેપર્સ છેલ્લી વખતે નકારી કાઢવામાં આવ્યા હતા. કારણ કે, મારી પાસે પૂરતી સંખ્યામાં દરખાસ્ત ન હતી. આ વખતે, હું વધુ સારી રીતે તૈયાર છું."

આ પણ વાંચો - Presidential Election 2022 : રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર, 15 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે

લાલુ યાદવને સાત બાળકો છે : લાલુ યાદવ, સારણના મરહૌરા વિધાનસભા ક્ષેત્રના રહીમપુર ગામના રહેવાસી છે. તેમની ઉંમર લગભગ 42 વર્ષની છે. તેમણે જણાવ્યું હતું કે, “હું આજીવિકા માટે ખેતી કરું છું અને સામાજિક કાર્ય સાથે જોડાયેલું છું. મારે સાત બાળકો છે. હું પંચાયતોથી લઈને પ્રમુખપદ સુધી મારું નસીબ અજમાવતો રહુ છુ. બીજુ કંઈ નહીં તો હું સૌથી વધુ ચૂંટણી લડવાનો રેકોર્ડ બનાવી શકુ છુ.

2001 થી દરેક સ્તરની ચૂંટણીઓમાં નોમિનેશન કરે છે : વર્ષ 2001 થી, તેઓ સતત દરેક સ્તરની ચૂંટણીમાં નોમિનેશન કરે છે. પછી તે પંચાયત સ્તરે હોય, વિધાનસભા હોય, વિધાન પરિષદ હોય, લોકસભાની હોય કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય. દરેક જગ્યાએ નસીબ અજમાવે છે. આજસુધી લાલુ યાદવ એકપણ ચૂંટણી જીતી શક્યા નથી. તેઓ માને છે કે જે દિવસે લોકો તેમને સમજશે, તેઓ તેમને ચોક્કસ તક આપશે.

આ પણ વાંચો - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માદરે વતન, PM મોદી પણ મહામહીમના ગામની લેશે મુલાકાત

2014માં રાબડી દેવીની હારનું કારણ : 2014ની લોકસભા ચૂંટણીમાં લાલુ યાદવ છપરા સંસદીય મતવિસ્તારમાંથી પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીની સામે ચૂંટણી લડ્યા હતા. રાબડી દેવી RJD ના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યા હતા, જ્યારે લાલુ અપક્ષ ઉમેદવાર તરીકે હતા. જો કે, આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂડીનો વિજય થયો હતો. પરંતુ લાલુ એ તે સમયે રાબડી દેવીની હારનું મુખ્ય કારણ બની ગયા હતા. રાબડી દેવીને રાજીવ પ્રતાપ રૂડીએ લગભગ 8, 000 મતોથી હરાવ્યા હતા. બીજી તરફ અપક્ષ ઉમેદવાર લાલુ પ્રસાદને લગભગ 15, 000 વોટ મળ્યા હતા.

પિતાએ કર્યું લાલુ યાદવનું નામકરણઃ લાલુનું કહેવું છે કે 15 સપ્ટેમ્બર 1979ના રોજ તેમના જન્મની સાથે જ તેમના પિતા રામજન્મ રાયે તેમનું નામ લાલુ પ્રસાદ યાદવ રાખ્યું હતું. વર્ષ 1997માં તેણે ઈન્ટરમીડિયેટ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. તાજેતરના ભૂતકાળમાં, અભ્યાસ ફરી શરૂ કર્યો છે. હાલમાં ઓપન યુનિવર્સિટી માંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરી રહ્યાં છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે છે? બે દિવસ પહેલા ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થશે અને મતગણતરી 21 જુલાઈએ થશે. નામાંકન કરવાની છેલ્લી તારીખ 29 જૂન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.