ETV Bharat / bharat

Success Story : બસ ડ્રાઈવરનો પુત્ર બન્યો કરોડોના બિઝનેસનો માલિક, જાણો બિહારના એક રિક્ષાચાલકની સક્સેસ સ્ટોરી

વ્યક્તિ પોતાની મહેનત અને ઈચ્છાશક્તિથી જે ઈચ્છે તે હાંસલ કરી શકે છે. બિહારના લાલ દિલખુશ કુમારે આ વાત સાબિત કરી બતાવી છે. આ વ્યક્તિએ રિક્ષા ચલાવી, ડ્રાઈવિંગ કર્યું અને શેરીઓમાં શાકભાજી પણ વેચી છતાં તેણે હાર ન માની. આજે દિલખુશ કરોડોની કંપનીનો માલિક છે. જાણો બિહારના એક રિક્ષાચાલકની સક્સેસ સ્ટોરી

Success Story
Success Story
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 4:13 PM IST

બિહાર : બિહારના સહરસાના બાણગાંવના રહેવાસી 30 વર્ષીય દિલખુશ કુમાર હાલમાં રાજ્યના બિઝનેસ જગતમાં જાણીતું નામ છે. યુવાનોમાં સ્ટાર્ટઅપ્સનો ટ્રેન્ડ પૂરજોશમાં છે અને યુવાનો જીવનમાં કંઈક નવું હાંસલ કરવા માટે જોખમ લેતા ખચકાતા નથી. આનું ઉદાહરણ છે દિલખુશ કુમાર જે ફક્ત 12 મું પાસ છે અને ગુજરાન ચલાવવા એકવાર દિલ્હીના રસ્તાઓ પર રિક્ષા ચલાવવી પડી હતી. ત્યાંથી તે બિહાર પાછો ફર્યો અને રસ્તા પર શાકભાજી વેચવા સુધીનું કામ કર્યું.

યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત : આજે દિલખુશ RodBez કંપનીના માલિક છે અને કરોડોનો બિઝનેસ કરે છે. ક્યારેક નાનપણમાં કોઈ પાર્ટી અથવા ફંક્શનમાં જવા માટે તેની પાસે કપડાં નહોતા અને તેઓ મિત્રો પાસેથી ઉછીના કપડા લઈને પહેરતા હતા. પરંતુ આજે તેઓની પાસે ઓડી, હોન્ડા સિટી જેવી ઘણી લક્ઝુરિયસ કાર છે.

બસ ડ્રાઈવરનો પુત્ર બન્યો કંપનીનો માલિક : દિલખુશ કુમાર કહે છે કે તેના પિતા બસ ડ્રાઈવર હતા. તેમનું સમગ્ર બાળપણ ગામમાં વીત્યુ અને તેમણે પોતાનું શિક્ષણ ગામમાં જ પ્રાપ્ત કર્યું છે. અભ્યાસમાં સારો નહોતો એટલે કોઈક રીતે ઈન્ટરમીડીયેટ પાસ કર્યું. જોકે એક ડ્રાઈવરનો પુત્ર હોવાથી તે પહેલાથી જ ડ્રાઈવિંગ જાણતો હતો. આવી સ્થિતિમાં 12મું ધોરણ પાસ કર્યા બાદ પરિવારની ગરીબીને કારણે મારે કમાવા માટે દિલ્હી જવું પડ્યું.

દિલ્હીમાં નવો હોવાને કારણે મને કોઈ તેમની કાર ચલાવવા દેતું નહોતું. લોકો કહેતા હતા કે તમને અહીંના ટ્રાફિક નિયમોની ખબર નથી. દિલ્હીમાં કામ વગર રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. ત્યારબાદ મેં રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. રિક્ષા ચલાવીને દિલ્હીના રસ્તાઓ માપ્યા. પરંતુ રિક્ષા ચલાવ્યાના 15-20 દિવસ પછી જ મારી તબિયત બગડી અને મારે ઘરે પરત ફરવું પડ્યું. -- દિલખુશ કુમાર

ડ્રાઈવિંગથી મળ્યો આઈડિયા : દિલખુશે જણાવ્યું કે જ્યારે તે બિહાર પાછો ફર્યો ત્યારે તેણે અહીં ડ્રાઈવિંગનું કામ શરૂ કર્યું અને અલગ-અલગ લોકો માટે ડ્રાઈવિંગનું કામ કર્યું. આ સમય દરમિયાન કેટલાક રિયલ એસ્ટેટ વ્યાવસાયિકોના સંપર્કમાં આવ્યો અને રિયલ એસ્ટેટમાં પણ હાથ અજમાવ્યો. ઘણી નવી વસ્તુઓ કરવાનો પ્રયાસ કર્યો જેમાંથી ઘણા કાર્યમાં નિષ્ફળતામાં મળી હતી.

અસફળતા પર સમાજના મેણાના માર : દિલખુશે જણાવ્યું કે નિષ્ફળતા મળ્યા પછી પરિવારજનો પણ કહેતા હતા કે ડ્રાઈવરનો દીકરો ડ્રાઈવર બનશે, ડ્રાઈવિંગ જ કરો. પરંતુ નાનપણથી જ મારું સપનું હતું કે હું કંઈક નવું અને મારું પોતાનું કરું. આ સમય દરમિયાન મને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં સર્વિસ પ્રોવાઈડર તરીકે કામ કરવાનો વિચાર આવ્યો અને મેં આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું.

જાણો બિહારના એક રિક્ષાચાલકની સક્સેસ સ્ટોરી

બે કંપનીમાં CEO : દિલખુશે શરૂઆતમાં 2016 માં કેટલાક લોકો સાથે મળીને આર્ય-ગો નામની કંપનીની સ્થાપના કરી હતી. અહીં તેને ઘણી સફળતા મળી અને બાદમાં તેણે તેના શેર લીધા અને જુલાઈ 2022 માં રોડબેઝ કંપની શરૂઆત કરી. દિલખુશ કુમારે જોયું કે, પટના જેવા શહેરોમાં અલગ-અલગ કંપનીઓ છે જે લોકોને ટેક્સી આપી રહી છે. પરંતુ શહેરની અંદર પરિવહનની સુવિધા નહોતી. જો કોઈને પટનાથી દરભંગા જવાનું હોય અથવા કોઈને ચંપારણથી પટના આવવું હોય તો તેના માટે કોઈ સર્વિસ પ્રોવાઈડર નહોતું. અહીંથી તેમણે રોડબેઝ કંપની બનાવી અને હજારો લોકોને પોતાની સાથે જોડીને લોકોને ઇન્ટરસિટી ટ્રાન્સપોર્ટેશન માટે નવી સુવિધા પૂરી પાડી.

1 લાખથી વધુ ગ્રાહક ધરાવતી રોડબેઝ : પટનામાં ઘણી ટેક્સી સર્વિસ ચાલી રહી છે. ત્યારે રોડબેઝ કેવી રીતે અલગ છે આ સવાલ પર દિલખુશે કહ્યું કે, તેમની સર્વિસ વન-વે ટેક્સી છે. જો કોઈ વ્યક્તિ પટનાથી પૂર્ણિયા માટે બુકિંગ કરવા માંગે છે તો તેણે પટનાથી પૂર્ણિયા માટે જ ફ્યુઅલ ચાર્જ ચૂકવવો પડશે. બાકીની કંપનીઓ ગ્રાહક પાસેથી આવવાનું અને જવાનું બંને ભાડું વસૂલે છે. અન્ય કંપનીઓમાં પટનાથી પૂર્ણિયાનું ભાડું રુ. 9500 હશે અને રોડબેઝના કિસ્સામાં રુ. 5200 હશે. રાઇડ બુકિંગ તેમની એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે અને તેમની સેવા માત્ર બિહારમાં છે. 1 લાખથી વધુ લોકોએ તેમની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને છેલ્લા 4 મહિનામાં 50,000 થી વધુ લોકોએ તેને ડાઉનલોડ કરી છે. ઉપરાંત આ એપને ખૂબ સારી રેટિંગ પણ મળી છે.

10 કરોડની કંપની : આ કંપની લગભગ 60 થી 70 લાખ રૂપિયાના ખર્ચે ઉભી કરવામાં આવી છે. ઉપરાંત 2 મહિનામાં બજારમાંથી લગભગ 4 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આજે તેનું વેલ્યૂએશન 10 કરોડ રૂપિયાથી વધુ છે. રુકનપુરામાં એક વર્ક સ્પેસથી કંપની ઓપરેટ થાય છે જ્યાં લગભગ 19 લોકો સામેલ છે. તેઓ એપ્લિકેશન પર ગ્રાહકોના ટ્રાફિકને હેન્ડલ કરે છે. તેમની કંપનીની વિશેષતા એ છે કે જ્યારે ગ્રાહક તેમની રાઈડ બુક કરાવે છે, ત્યારે બુકિંગ સમયે નક્કી કરાયેલું ભાડું જ આપવાનું રહે છે.

10 કરોડની કંપની
10 કરોડની કંપની

કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં : જો ટ્રાફિકમાં સમય લાગે તો અન્ય કંપનીઓ અલગ ચાર્જ ઉમેરે છે. જ્યારે આ કંપનીમાં ટ્રાફિકમાં ફસાઈ જવા માટે કોઈ વધારાનો ચાર્જ ઉમેરવામાં આવતો નથી. દિલખુશે જણાવ્યું કે તે પોતાના ગ્રાહકોને ટેક્સી પૂલ સેવાઓ પણ આપે છે.

શું છે ટેક્સી પૂલ સર્વિસ : ટેક્સી પુલ સર્વિસનો અર્થ એ છે કે વાહન બુક કરાવ્યા બાદ તે એક શહેરથી બીજા શહેર, જેમ કે મુજફ્ફરપુરથી પટના આવી રહ્યા છો. તે જ સમયે જો કોઈ વ્યક્તિ પટનાથી મુઝફ્ફરપુર માટે બુકિંગ શોધી રહ્યો હોય તો તેને મુઝફ્ફરપુરથી પટના પહોંચતી ગાડી માટે બુક કરવામાં આવે છે અને તેને ફરી મુઝફ્ફરપુર પરત ફરવું પડે છે. આમાં મુસાફરી ભાડામાં વધુ ઘટાડો થાય છે. કારણ કે ટ્રેન પટનાથી મુઝફ્ફરપુર ખાલી પાછી ફરી રહી હતી અને જો તેમાં કોઈ મુસાફર આવે તો તે ડ્રાઈવર માટે વધારાનો છે. ગ્રાહકના પૈસાની પણ ઘણી બચત થાય છે.

કાર પૂલ સેવા બંધ : દિલખુશ કુમારે જણાવ્યું કે અગાઉ તેણે કાર પૂલ સર્વિસ પણ શરૂ કરી હતી. પરંતુ કેટલાક કારણોસર તેને અહીં બંધ કરવી પડી હતી. કારપૂલ સેવાનો અર્થ એ હતો કે જો કોઈ વ્યક્તિ તેની કારમાં એકલી મુસાફરી કરી રહી હોય, તો તે તેમની સેવામાં જોડાઈ શકે છે અને રસ્તામાં કોઈ વ્યક્તિને લિફ્ટ આપી શકે છે. તેના બદલામાં તેને કેટલાક પૈસા પણ મળશે.

ટેક્સી શેર સર્વિસ : આ વાહનોમાં સફેદ નંબર પ્લેટ હતી અને એવું જોવામાં આવ્યું હતું કે દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ઘણા લોકો દારૂ અથવા કોઈ પણ અનિચ્છનીય વસ્તુ સાથે કારમાં બેસી જતા હતા. તેઓએ આગામી 5 વર્ષ માટે આ સેવાઓ બંધ કરી દીધી છે. પરંતુ ટૂંક સમયમાં ટેક્સી શેર સેવાઓ શરૂ કરવા જઈ રહ્યા છે.

બસ ડ્રાઈવરનો પુત્ર બન્યો કરોડોના બિઝનેસનો માલિક

ટેક્સી ઉદ્યોગનું મોટું નામ-દિલખુશ : દિલખુશ કુમારે જણાવ્યું કે, તેઓ હાલમાં 60 વાહનો લીઝ પર રાખી રહ્યા છે જેના દ્વારા તેઓ સેવાઓ આપી રહ્યા છે. આ સિવાય ઘણી ટેક્સી સેવાઓ તેમની સાથે સહયોગી તરીકે જોડાયેલી છે. જ્યારે તેઓનું મન થાય ત્યારે તે ભાડે લેવા આવે છે. તહેવારોની સિઝનમાં તેમના બંને વાહનોની માંગ ખૂબ જ વધારે હોય છે કારણ કે, તેમની પાસે ફિક્સ ભાડા હોય છે. જ્યારે અન્ય કંપનીઓ ડાયનેમિક ભાડા રાખે છે. સમય ગમે તે હોય અને ગમે તે વિસ્તારમાં જવું હોય કિલોમીટરના હિસાબે જે ભાડું નક્કી કરવામાં આવે છે તે જરા પણ ઉપર કે નીચે જતું નથી.

મુસાફરોને મળતી સુવિધાઓ : દિલખુશે જણાવ્યું કે લોકો તેની એપ પર એક દિવસ અગાઉથી પણ વાહનો બુક કરાવે છે. કેટલાકને રેલવે સ્ટેશન પહોંચીને સ્પેશિયલ ટ્રેન પકડવી હોય છે, તો કેટલાકને એરપોર્ટ પર પહોંચીને ફ્લાઈટ પકડવી હોય છે. જો આ લોકોએ તેમની સર્વિસ બુક કરાવી હોય અને કોઈપણ કારણસર પેસેન્જર ફ્લાઈટ અથવા ટ્રેન ચૂકી જાય તો પેસેન્જરને ગંતવ્ય સ્થાન સુધી લઈ જવાનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવે છે. આ માટે કંપની નુકસાન પણ ઉઠાવે છે અને તેઓએ કંપનીની આ પોલિસી બનાવી છે.

દિલખુશનો પરિવાર : દિલખુશે જણાવ્યું કે હાલમાં તેના પરિવારમાં દાદા-દાદી અને માતા-પિતા છે. તેઓ બે ભાઈઓ છે. તેમને પત્ની અને બે બાળકો જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિલખુશે પિતાની ડ્રાઇવિંગની નોકરી છોડાવી દીધી છે. પિતાને વ્યસ્ત રાખવા માટે કેટલીક ગાયો ખરીદીને ગામમાં જ રાખી છે.

હજારો લોકોને રોજગારી આપી : પિતા ગાયોની સેવા કરે છે. આ રીતે તેઓ પોતાનો સમય પસાર કરે છે. પિતાનું નામ પવન ખાઁ અને માતાનું નામ સોની દેવી છે. આજે તેમની કંપનીમાં IIT પાસ આઉટ એન્જિનિયર્સ અને IIM પાસ આઉટ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ છે. જેમાં પ્રત્યક્ષ અને આડકતરી રીતે હજારો લોકો સંકળાયેલા છે.

  1. Muzaffarnagar Road Accident: મુઝફ્ફરનગરમાં રોડ અકસ્માત, કારમાં સવાર છ મિત્રોના મોત
  2. CHILDRENS DAY 2023: ચાચા નેહરુને બાળકો કેમ પસંદ હતા, જાણો બાળ દિવસ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.