ETV Bharat / bharat

Lakhimpur violence case: સુપ્રીમ કોર્ટેમાં આજે લખીમપુર હિંસા કેસ મામલે સુનાવણી થશે - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન

સુપ્રીમ કોર્ટ લખીમપુર કેસ મામલે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એન.વી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. આશિષ અને 15-20 અજાણ્યા લોકો સામે ટીકુનિયા પોલીસ સ્ટેશનમાં, ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Lakhimpur violence case:  સુપ્રીમ કોર્ટેમાં આજે લખીમપુર હિંસા કેસ મામલે સુનાવણી થશે

author img

By

Published : Oct 7, 2021, 9:05 AM IST

  • ચીફ જસ્ટિસ એન.વી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ મામલે સુનાવણી કરશે.
  • લખીમપુર ખેરીમાં થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લીધી
  • આશિષ અને 15-20 અજાણ્યા લોકો સામે ટીકુનિયા પોલીસ સ્ટેશનમાં, ગુન્હો નોંધવામાં આવ્યો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લીધી છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ આજે એટલે કે ગુરુવારે આ મામલે સુનાવણી કરશે.

CBI સાથે સંકળાયેલી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ન્યાયિક તપાસ થવી જોઈએ

લખીમપુર કેસમાં બે વકીલોએ સુપ્રીમ કોર્ટને મોકલેલા પત્રમાં કહ્યું છે કે, ગૃહ મંત્રાલયને નિર્દેશ આપવો જોઈએ. આ સિવાય યુપી પોલીસને FIR નોંધવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે. પત્રમાં અપીલ કરવામાં આવી છે કે, લખીમપુર ખેરી ઘટનામાં સંડોવાયેલા પ્રધાનોને સજા કરવા માટે સૂચના આપવી જોઇએ. લખીમપુર કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) સાથે સંકળાયેલી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ન્યાયિક તપાસ થવી જોઈએ. લખીમપુર ખેરી કેસમાં પત્ર લખનાર એડવોકેટ શિવકુમાર ત્રિપાઠી અને સી.એસ પાંડાએ કહ્યું છે કે, ખેડૂતોનું મૃત્યુ એક ગંભીર બાબત છે, અને સુપ્રીમ કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવો જ જોઇએ.

સાંસદ વરુણ ગાંધીએ હત્યાનો કેસ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરી

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ લખીમપુર કેસમાં સંડોવાયેલા તમામ શકમંદોની તાત્કાલિક ઓળખ કરીને અને IPC ની કલમ 302 (હત્યા) હેઠળ હત્યાનો કેસ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, 3 ઓક્ટોબરે ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને નિર્દયતાથી કચડી નાખવાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશના નાગરિકોમાં આક્રોશ અને ગુસ્સો પેદા કર્યો હતો. આ ઘટનાના એક દિવસ પહેલા, દેશ અહિંસાના પુજારી મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી હતી. લખીમપુર ઘેરીમાં આગલા દિવસે જ અમારા અન્નદાતાઓ માર્યા ગયા હતા તે ઘટના કોઈપણ સંસ્કારી સમાજમાં અક્ષમ્ય છે.

કિસાન મહાપંચાયતે જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી માંગી હતી

આ પહેલા 4 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે લખીમપુર પ્રકરણ વિશે પરોક્ષ ટિપ્પણી કરી હતી. હકીકતમાં, કિસાન મહાપંચાયતે સર્વોચ્ચ અદાલત પાસે માંગ કરી હતી કે, તેમને દિલ્હીના જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી આપવામાં આવે. આ અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યારે આવી કમનસીબ ઘટનાઓ બને છે ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. વિરોધીઓ દાવો કરે છે કે તેમનો વિરોધ શાંતિપૂર્ણ છે, પરંતુ હિંસા થાય ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.

હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા

નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના ગામની મુલાકાત સામે રવિવારે લખીમપુર ખેરી જિલ્લાના ટીકોનિયા વિસ્તારમાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં મિશ્રાના પુત્ર આશિષ સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. બહરાઇચ જિલ્લાના નાનપરા વિસ્તારના બંજરન તાંડાના રહેવાસી જગજીત સિંહે લખીમપુર ખેરી જિલ્લાના ટીકુનિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIR માં આશિષ પર 15-20 અજાણ્યા લોકો સાથે જીપ ચલાવવાનો અને ગોળી ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ટીકુનિયા પોલીસ સ્ટેશનમાં, ગુન્હો નોંધવામાં આવ્યો

આશિષ અને 15-20 અજાણ્યા લોકો સામે ટીકુનિયા પોલીસ સ્ટેશનમાં, IPCની કલમો 147 (ઉપદ્રવ), 148 (જીવલેણ હથિયારનો ઉપયોગ), 149 (ટોળાની હિંસા), 279 (જાહેર સ્થળે વાહન દ્વારા માનવ જીવન માટે જોખમ ઉભું કરે છે), 338 (અન્યના જીવન માટે ખતરો પેદા કરે છે), 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે), 302 (હત્યા) અને 120 બી (ષડયંત્ર) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Earthquake In Pakistan : પાકિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ, 15થી વધુના મોત

આ પણ વાંચો : રાહુલ-પ્રિયંકા એ મૃતક ખેડૂતના સંબંધીઓ જોડે કરી મુલાકાત, આજે બહરાઈચ જશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.