- લખીમપુર ખીરી હિંસા મામલે આરોપી અંકિત દાસ સહિત 3 આરોપી જેલ ભેગા
- રિમાન્ડ પૂરા થાય તેના એક કલાક અગાઉ જ ત્રણેયને જેલમાં મોકલી આપવામાં આવ્યા
- ત્રણેયને પૂછપરછ માટે રિમાન્ડ પર લીધા હતા
લખીમપુર ખીરી: લખીમપુર ખીરી હિંસા મામલે આરોપી અંકિત દાસ સહિત 3 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે. સવારે 10 વાગ્યે રિમાન્ડ પૂરા થાય તેના એક કલાક અગાઉ જ ત્રણેયને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસ અને SITની ટીમે ત્રણેયને ઘટનાના સમયે ફાયરિંગ કરનારા હથિયારો કબજે મેળવવા અને પૂછપરછ માટે રિમાન્ડ પર લીધા હતા.
ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો હાલ અન્ય આરોપીઓની શોધખોળ પાછળ લાગી
SIT હવે 3 ઓક્ટોબરના રોજ તિકોનિયામાં પ્રદર્શનકારી ખેડૂતો પર ગાડી ચઢાવી દેવા બાબતે તપાસ આગળ વધારશે. ત્રણેયની પૂછપરછમાં કેટલાક નામો જાણવા મળ્યા છે. પોલીસે તેમની ધરપકડ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો હાલમાં આરોપીઓની શોધખોળ પાછળ લાગી ગઈ છે.
પોલીસ અલાહબાદના રહેવાસી સત્યમ ત્રિપાઠીની પણ શોધખોળ કરી રહી છે
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં ગાડીમાંથી ઉતરીને ભાગતા શખ્સની ઓળખ સુમિત જયસ્વાલ ઉર્ફે મોદી તરીકે કરવામાં આવી છે. આ સિવાય પોલીસ અલાહબાદના રહેવાસી સત્યમ ત્રિપાઠીની પણ શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો: ગરીબી, અંધવિશ્વાસ અને તાંત્રિક વિધિ: પરિવારે જે બાળકોને છાતી સરસા ચાંપીને રાખ્યા, તેમને કફનમાં લપેટવા પડ્યા
આ પણ વાંચો: બાલ્કનીમાં રમતા જોડિયા બાળકો 25 માં માળેથી પડતા બન્નેના કરૂણ મોત