હૈદરાબાદ: ઘણી વખત એવું બને છે કે, (Astrology) સખત મહેનત અને સમર્પણ હોવા છતાં લોકો તેમની કારકિર્દીમાં તે સ્થાન પ્રાપ્ત કરી શકતા નથી. જે તેઓ શોધી રહ્યા છે. તેમને ઘણીવાર સંઘર્ષનો સામનો કરવો પડે છે. કહેવાય છે કે, તેની પાછળ એવી ઘણી ખામીઓ હોઈ શકે છે, જેના વિશે પીડિત વ્યક્તિને બિલકુલ જાણ નથી. તેને સમજાતું નથી કે તેની સાથે આ બધું કેમ થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે, (Astrological remedies for sugar) આવા દોષોને દૂર કરવા માટે જ્યોતિષિય ઉપાયો કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા અનેક વિશેષ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી દોષ દૂર થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ સમસ્યાઓના અલગ-અલગ ઉપાય જણાવવામાં આવ્યા છે.
ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે: ખાંડ સંબંધિત ઉપાયો (Effective Sugar Remedies) એટલે કે ખાંડના જ્યોતિષ ઉપાયને અપનાવીને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવી શકાય છે. કરિયર ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર સંબંધિત ઉપાયોથી પણ ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. જાણો મીઠાશથી ભરપૂર ખાંડની મદદથી તમે કયા ઉપાયો અપનાવીને તારા જીવનમાં સરળતાથી સમૃદ્ધિ લાવી શકો છો.
સૂર્ય ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે: ખાંડ માટે જ્યોતિષિય (Astrology) ઉપાયો અપનાવવાથી ગ્રહ દોષ દૂર કરી શકાય છે. આ માટે તમારે સૂર્યદેવને પ્રસન્ન કરવાની જરૂર પડશે. આ ઉપાય અપનાવવા માટે એક કળશ લો અને તેમાં સ્વચ્છ પાણી લો. હવે તેમાં ખાંડના થોડા દાણા નાખો. હવે આ જળને વહેલી સવારે સૂર્યદેવને અર્પિત કરો. કહેવાય છે કે, આ ઉપાય અપનાવવાથી સૂર્ય ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને ગ્રહ દોષ દૂર થાય છે.
સફળતા મળશે: જો કોઈને વેપારમાં તકલીફો અને ધનની હાનિનો સામનો કરવો પડી રહ્યો છે (Use of sugar in astrology) તો તેઓ માટે ખાંડનો ઉપાય કારગર બની શકે છે. નિયમિત રીતે ખાંડથી બનેલા પાણીનું મિશ્રણ લાભદાયી રહેશે. એક તાંબાનું વાસણ લો અને તેમાં થોડી ખાંડ મિક્સ કરીને રાતભર રહેવા દો. સવારે પૂજા પાઠ બાદ આ ઘોળને ગ્રહણ કરો. સાથે જ તમે કોઈ પણ શુભકામે નીકળી રહ્યા છો તો આ સમયે તૈયાર કરાયેલા જળને પીઓ. કહેવાય છે કે, તેનાથી સફળતા મળી શકે છે.
મુશ્કેલીઓ ઘટે છે: કહેવાય છે કે, જો ઘરમાં પિતૃદોષ હોય છે તો તેના કારણે આર્થિક સમસ્યા તમને ઘેરી વળે છે. પિતૃદોષના કારણે પરિવારના સભ્યોમાં ખાસ કરીને મનભેદ રહે છે. ખાંડની સાથેનો આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે. આ ઉપાયને કરવા માટે લોટની રોટલી બનાવો અને તેમાં ખાંડ મિક્સ કરીને કાગડાને ખવડાવો. માનવામાં આવે છે કે, આવું કરનારા વ્યક્તિની મુશ્કેલીઓ ઘટે છે. જો આ ઉપાયને અનેક દિવસો સુધી કરાય તો સારું ફળ મળે છે.