શ્રીનગર: લદ્દાખ પ્રશાસને મહેસૂલ વિભાગમાં (Eliminate Urdu from the revenue department) વિવિધ પદો પર ભરતી માટેની લાયકાત તરીકે ઉર્દૂની આવશ્યકતા નાબૂદ (LADAKH UT REMOVES URDU) કરી છે. ઘણા લોકોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે, તેમનું કહેવું છે કે, આ બધું 'રાજકીય' ષડયંત્ર જેવું લાગે છે.
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી' ફરજિયાત
પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. પવન કોટવાલ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 'ઉર્દૂના જ્ઞાન'ને બદલે 'કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી' ફરજિયાત કરવામાં આવી છે. લેહ અને કારગિલ લદ્દાખના 2 જિલ્લા છે. અહીંની વસ્તી 3 લાખ છે. લેહમાં બૌદ્ધ બહુમતી છે, જ્યારે કારગીલમાં મુસ્લિમ બહુમતી છે. એકંદરે, લદ્દાખની 55 ટકા વસ્તી મુસ્લિમ છે, જ્યારે 45 ટકા બૌદ્ધ છે. લેહમાં પણ ઓછી વસ્તી છે, જે ઉર્દૂનો ઉપયોગ કરે છે.
ફારસી 300 વર્ષ સુધી કાશ્મીરની સત્તાવાર ભાષા હતી
જિગ્મેટ નોર્બુ એક એવી વ્યક્તિ છે, જે લેહમાં રહે છે, પરંતુ એક પ્રખ્યાત ઉર્દૂ કવિ છે, તેમને 'ખ્યાલ લદાખી' તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજકારણ અને ભાષા હંમેશા 2 જિલ્લાઓ (લેહ અને કારગિલ) વચ્ચે અણબનાવનો મુદ્દો રહ્યો છે. લેહના લોકો હંમેશા 'કાશ્મીર શાસકોના આધિપત્ય' વિશે ફરિયાદ કરતા આવ્યા છે. ડોગરા શાસકોએ 1889માં પર્શિયનને બદલે ઉર્દૂને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી હતી. ફારસી 300 વર્ષ સુધી કાશ્મીરની સત્તાવાર ભાષા હતી.
જમીન અને મહેસૂલના રેકોર્ડની ભાષા ઉર્દૂ
જમીન અને મહેસૂલના રેકોર્ડની ભાષા ઉર્દૂ છે. કોર્ટ (નીચલી અદાલતો) અને એફઆઈઆર પણ ઉર્દૂમાં લખવામાં આવે છે. ઉર્દૂ એ સરકારી શાળાઓમાં ભણાવવામાં આવે છે, ખાસ કરીને કાશ્મીર, કારગિલ અને જમ્મુના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં શીખવવામાં આવે છે. લદ્દાખના બીજેપી સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલે ગયા વર્ષે ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને પટવારી અને નાયબ તહસીલદાર જેવા પદોને પુનઃસ્થાપિત કરવા માટે મહેસૂલ નિયમોમાં ફેરફાર કરવાની માંગણી કરી હતી.
લાદવામાં આવેલી ભાષામાંથી વાસ્તવિક સ્વતંત્રતા મળી
જામયાંગ ત્સેરિંગ નામગ્યાલે જણાવ્યું કે, કલમ 370 હટાવ્યા બાદ આ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર છે. દાયકાઓથી લાદવામાં આવેલી ભાષામાંથી વાસ્તવિક સ્વતંત્રતા મળી છે. જો કે, કારગિલના ભૂતપૂર્વ ધારાસભ્ય અસગર અલી કરબલાઈએ ETV ભારતને જણાવ્યું હતું કે, ઉર્દૂને ધર્મના પ્રિઝમથી જોવી જોઈએ નહીં કારણ કે, સરકાર લોકોને વિશ્વાસ આપે છે કે, તે ત્રણેય પ્રદેશો અને તેના લોકો કે જેઓ અલગ-અલગ ભાષાઓ બોલે છે તેમની વચ્ચે એક લિંક પણ પૂરી પાડે છે.
કલમ 46 હેઠળ ઉર્દૂ અને અંગ્રેજી ઉપરાંત 3 વધુ ભાષાઓ ઉમેરી
કલમ 370 નાબૂદ કર્યા પછી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 અને તેની કલમ 46 હેઠળ ઉર્દૂ અને અંગ્રેજી ઉપરાંત 3 વધુ ભાષાઓ - હિન્દી, કાશ્મીર અને ડોગરી ને સત્તાવાર ભાષાઓ તરીકે ઉમેરી છે.
આ પણ વાંચો:
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન ભાગ : વિદેશ મંત્રાલય
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ લદ્દાખ પહોંચ્યા, પુનઃનિર્મિત યુદ્ધ સ્મારકનું કરશે ઉદ્ઘાટન