ETV Bharat / bharat

Kuldep Singh Returns In India: 29 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી વતન પરત ફર્યો કુલદીપ, જાણો તેને શું કહ્યું

કઠુઆના કુલદીપ સિંહે આશરે જીંદગીના 29 વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા બાદ સ્વદેશ પરત (29 Years After Return Kuldep Singh In India) ફર્યા છે. આ સાથે તેણે કહ્યું, આ મારો બીજો જન્મ છે.તેઓ પંજાબના ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં (Guru Nanak Dev Hospital) રેડ ક્રોસ ભવન પહોંચ્યા હતા.

author img

By

Published : Dec 28, 2021, 3:49 PM IST

Kuldep Singh Returns In India: 29 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી વતન પરત ફર્યો કુલદીપ, જાણો તેને શું કહ્યું
Kuldep Singh Returns In India: 29 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી વતન પરત ફર્યો કુલદીપ, જાણો તેને શું કહ્યું

જમ્મુ અને કાશ્મીરઃ કઠુઆના કુલદીપ સિંહ લગભગ 29 વર્ષ પાકિસ્તાનની જેલમાં રહ્યાં બાદ આખરે સ્વદેશ પરત (29 Years After Return Kuldep Singh In India) ફર્યો છે, ત્યારે તેણે કહ્યું ઘરે પાછા ફરવું એ બીજો જન્મ લેવાથી ઓછું નથી. મીડિયા સાથે વાત કરતા કઠુઆના કુલદીપ સિંહ પોતાની વેદના જણાવતા કહે છે કે, સરહદ પર કામ કરતા હું રસ્તો ભટકી ગયો હતો. પાકિસ્તાનમાં જે પણ પકડાય છે તેને જાસૂસ તરીકે ગણવામાં આવે છે, મારી સાથે પણ આ ધટનાએ આકાર લીધો હતો.

કુલદીપ સિંહ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી

કુલદીપ સિંહ દ્વારા સરકારને વિનંતી (Request to Kuldeep Singh's government) કરાય છે કે, જે લોકોએ ત્યાં પોતાની શરતો પૂર્ણ કરી લીધી છે અને જેઓ આઝાદ થવાની રાહ જોઈ રહ્યા છે તેમને સ્વતંત્રતા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, 29 વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા બાદ કુલદીપ સિંહ તાજેતરમાં જ સ્વદેશ પરત ફર્યા છે.

જાણો કુલદીપએ મીડિયા સાથે શું વાત કરી

કઠુઆના રહેવાસી કુલદીપ સિંહને હજુ માન્યમાં નથી આવતું કે તેઓ પોતાના દેશમાં આવી ગયાં છે. તેની ખુશીને વ્યક્ત કરવા તેને શબ્દો નથી મળતા. પાકિસ્તાનની જેલમાં આટલો લાંબો સમય વ્યતીત કર્યા બાદ તેને લાગવા માંડ્યું હતું કે કદાચ તે હવે ક્યારેય પોતાના વતન પરત ફરી શકશે નહીં. કદાચ આ જ કારણ છે કે, જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે તેના ઘરે પરત ફરવું એ બીજો જન્મ લેવાથી ઓછો નથી.

કુલદીપ સિંહનું તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પાકિસ્તાનની જેલમાં 29 વર્ષ ગાળ્યા બાદ સ્વદેશ પરત ફરેલા કઠુઆના રહેવાસી કુલદીપ સિંહનું તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે યુવાનોને સલાહ આપતા જણાવ્યું કે દેશ માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવાની જરુર પડે તો પીછે ન હટ ન કરવું. પાકિસ્તાને સોમવારે ઔરંગાબાદના મોહમ્મદ ગુફરાન સાથે સિંહ (53)ને મુક્ત કર્યા હતા અને ઘરે પરત ફર્યા બાદ તેઓ પંજાબના ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં (Guru Nanak Dev Hospital) રેડ ક્રોસ ભવન પહોંચ્યા હતા.

સિંહની, 1992માં ધરપકડ કરવામાં આવી હતી

સિંહે કહ્યું કે, 1992માં તેની ધરપકડ બાદ પાકિસ્તાની એજન્સીઓએ તેને ત્રણ વર્ષ સુધી ટોર્ચર કર્યો હતો. જાસૂસીના આરોપસર તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કઠુઆના બિલ્લાવરના મકવાલ ગામના રહેવાસી સિંહનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ તેમની પ્રશંસામાં ફટાકડા ફોડ્યા અને દેશભક્તિના નારા લગાવામાં આવ્યાં હતા.

એક સંબંધીએ કહ્યું, અમને ખુશી છે કે તે આટલા વર્ષો પછી પરત ફર્યો

મારા તમામ મિત્રો, ગ્રામજનો અને ખાસ કરીને યુવાનોને મારો સંદેશ છે કે, તેઓ ખોટા રસ્તાઓથી દૂર રહે જે તેમને હાની પહોંચાડી શકે છે. આ સાથે જ્યારે દેશ માટે કોઈ પણ બલિદાન આપવાની વાત આવે, ત્યારે ક્યારેય કદમ પાછળ (kuldeep Sinh Inspired young people to make sacrifices) ના કરવા. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે, સિંઘની પાકિસ્તાનમાં ધરપકડની જાણ, લાહોરની કોટ લખપત જેલમાંથી તેમને પત્ર લખ્યો હતો, ત્યારે આ વાતની જાણ થઇ હતી. વધુમાં કહ્યું કે, ભારતીય કેદી સરબજીત સિંહની હત્યા બાદ તેણે બધી આશા ગુમાવી દીધી હતી કારણ કે છેલ્લા આઠ વર્ષથી કુલદીપ સિંહ સાથે તેનો કોઈ સંપર્ક થઇ શક્યો નહોતો. સરબજીતને જાસૂસી માટે પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. એક સંબંધીએ કહ્યું, 'અમને ખુશી છે કે, તે આટલા વર્ષો પછી પાછો ફર્યો છે'.

આ પણ વાંચો:

Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

Kidnapping Of Trader In Ahmedabad: પૈસાની લેતી દેતીમાં જીરાના વેપારીનું અપહરણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.