ETV Bharat / bharat

આજે લાભ પાંચમ, જાણો લાભ પાંચમનું મહત્વ અને શા માટે વેપારીઓ માટે આ દિવસ છે ખાસ - લાભ પાંચમ 2022

દિવાળી પછીનો એક દિવસ ખુબજ (importance of labh pacham) અગત્યનો છે, જ્યારે બહુજ મહત્વની પુજા કરવામાં આવે છે. આ દિવાળીના તહેવારનો અંતિમ દિવસ હોય છે.આ દિવસ એટલે કે, લાભ પાંચમ (Hindu Religion Labh Pacham) અને લાભપાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો. તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.

આજે લાભ પાંચમ, જાણો લાભ પાંચમનું મહત્વ અને શા માટે વેપારીઓ માટે આ દિવસ છે ખાસ

author img

By

Published : Oct 29, 2022, 11:00 AM IST

Updated : Oct 29, 2022, 12:38 PM IST

ન્યૂઝ ડેસ્ક: લાભ પાંચમ (labh pacham 2022) ના દિવસે કોઈ નવો વ્યવસાયનું કામ શરૂ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવારનું ખૂબ (importance of labh pacham) મહત્વ છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે.

શારદા પૂજન: આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે, સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.

ભગવાન ગણેશની પૂજા: આ દિવસે વેપારીઓ, ધંધાર્થીઓ કંકુનો ચાંદલો અને સાથિયો બનાવી નવા અકાઉન્ટની શરૂઆત કરે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.

ચોપડા પૂજન: લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ અને ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે.

શ્રી પંચમી: લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેમને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.લાભ પાંચમ કોઈપણ નવું કાર્ય કરવા માટે પણ શુભ ગણાય છે. ગુજરાતમાં આ દિવસ ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે.

Last Updated : Oct 29, 2022, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.