ETV Bharat / bharat

શું છે MOU, કઈ રીતે કરવામાં આવે છે તેમાં કામ ? આ માહિતી બસ એક ક્લિક દૂર... - Neer

MOU શબ્દ કે જેને આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, ત્યારે MOU શું છે (What Is MOU) અને તેના પર કેવી રીતે કામ કરવામાં આવે છે, તેના વિશે જાણવા આ 'જાણી અજાણી વાતો'નો અહેવાલ આપના માટે ખુબ જ જરૂરી બની રહેશે. જાણો એક ક્લિકમાં...

Know About What Is MOU Memorandum of Understanding

author img

By

Published : Apr 30, 2022, 3:54 PM IST

Updated : Apr 30, 2022, 5:02 PM IST

હૈદરાબાદ : આપણા દેશમાં અનેક રાજકીય પક્ષો છે અને ચૂંટણી સમયે પક્ષો વચ્ચે મતભેદની સ્થિતિ ઘણી વાર ઊભી થતી હોય (What Is MOU) છે. આવી સ્થિતિમાં, કેટલાક સમજુ લોકો દ્વારા બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરવામાં આવે છે, જેથી ચૂંટણી દરમિયાન થતા નુકસાનને ટાળી શકાતું હોય છે. બે કે તેથી વધુ પક્ષો વચ્ચે સમજૂતી MOU હેઠળ કરવામાં આવે છે. એવું નથી કે MOU (Memorandum of Understanding) માત્ર રાજકીય પક્ષો વચ્ચે સમજૂતી કરવા માટે કરવામાં આવે છે, પરંતુ તે કોઈપણ બે કે તેથી વધુ સરકારી અથવા બિન-સરકારી એજન્સી, કંપની, સ્વતંત્ર સંસ્થા અથવા વ્યક્તિ વચ્ચે હોઈ શકે છે. ત્યારે આ અહેવાલમાં MOU વિશે જણાવીશું કે ખરેખર શું છે અને તેના ઉપર કેવી રીતે કામ કરાવામાં આવે છે...

MOU એટલે ? (Meaning of MOU) : MOU નું ફુલ ફોર્મ "મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ" થાય છે. હિન્દીમાં MOUનું પૂર્ણ સ્વરૂપ 'મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ' છે. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (MOU) નો અર્થ સમજૂતીનું આવેદન થાય છે. MOU એ બે અથવા વધુ પક્ષો વચ્ચેનો કાનૂની કરાર છે. મુખ્યત્વે તેનો ઉપયોગ કંપનીઓ દ્વારા સત્તાવાર ભાગીદારી સ્થાપિત કરવા માટે થાય છે.

આ પણ વાંચો : IPO શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનો હેતુ શું છે ?, જાણવા માત્ર એક ક્લિક...

શું છે MOU (What Is MOU) : બે કે તેથી વધુ પક્ષો વચ્ચેના કરારના દસ્તાવેજને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કહેવાય છે. MOU એ બે પક્ષો વચ્ચેના કરારનો એક લેખિત દસ્તાવેજ છે, જેમાં એકસાથે કંઈક કરવા માટેનો કરાર હોય છે, જેની સાથે સંમત થયા હોય તેમની સહીઓ હોય છે. MOUનો ઉપયોગ પરસ્પર સંમતિથી સામાન્ય હિત માટે થાય છે. તેનું મહત્વ એવા કેસમાં છે જ્યારે એક પક્ષ આપેલા વચનો મુજબ કામ ન કરી રહ્યો હોય, તો બીજો પક્ષ કોર્ટમાં જઈ શકે છે.

દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે MOU ના ઉદાહરણો (Examples of MOUs at International Level)

  • ગુજરાત સરકાર અને IOCL વચ્ચે 2021માં 24 હજાર કરોડના MOU થયા હતા
  • 3 ફેબ્રુઆરી 1973 ના રોજ US અને ક્યુબા વચ્ચે એરક્રાફ્ટ અને જહાજોના અપહરણ અને અન્ય ગુનાઓ પર MOU
  • યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને યુનિયન ઑફ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક વચ્ચેની સંધિને લગતા મેમોરેન્ડમ ઑફ ધી લિમિટેશન ઑફ બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ પર યુએસ પ્રમુખ દ્વારા 26 મે 1972ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા
  • 15 ઓગસ્ટ 2005ના રોજ એશે પીસ પ્રોસેસમાં ઈન્ડોનેશિયા સરકાર અને GAM વચ્ચેના MOU પર હસ્તાક્ષર
  • 2008 પીપલ્સ રિપબ્લિક ઓફ સિંગાપોર અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રમ સહકાર પર સમજૂતીનું મેમોરેન્ડમ

આ પણ વાંચો : જાણો શું છે SWIFT, જેણે રશિયાને બહાર કરવાની આપી હતી ધમકી, તેની શું થશે અસર

MOUથી લાભ (Benefit from MOU) : આપણા દેશમાં લગભગ તમામ મોટા પ્રોજેક્ટ MOU એટલે કે કરાર હેઠળ ચલાવવામાં આવે છે. જો સરકાર કોઈપણ પ્રોજેક્ટ ચલાવવા માટે ખાનગી ભાગીદારની મદદ લે છે, તો બન્ને વચ્ચે MOU થાય છે. ઉદાહરણ તરીકે, આપણા દેશમાં આવા ઘણા પાવર પ્રોજેક્ટ્સ ખાનગી ભાગીદારોના સહયોગથી ચલાવવામાં આવે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓએ કરવાના કામથી લઈને તેમના પગાર વગેરે તમામની લેખિત વિગતો MOUમાં દર્શાવવામાં આવી છે. MOU પર બન્ને પક્ષોની સહીઓ પ્રમાણિત કરે છે કે, તેના પર લખેલી શરતો બન્ને પક્ષો માટે માન્ય છે.

MOUની વિશેષતા (Specialty of MOU) : MOU કરવાનો મુખ્ય હેતુ એ છે કે, બે પક્ષો એકબીજાની વિશેષતાઓનો લાભ લે છે. ઉદાહરણ તરીકે, જો સરકાર પાસે મેનપાવર છે અને બજેટ નથી, તો તે સમૃદ્ધ ભાગીદારની મદદ લે છે અને તેના મેન પાવર દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવા માટે પગલાં લે છે. આવી સ્થિતિમાં, જો સરકાર તે પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સફળ થાય છે, તો ખાનગી ભાગીદારને આ પ્રોજેક્ટમાં કોઈને કોઈ સ્વરૂપમાં ભાગીદારી કરવી પડશે. બન્ને પક્ષોના લાભની સાથે જનતાને પણ આવા પ્રોજેક્ટનો લાભ મળે છે.

Last Updated : Apr 30, 2022, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.