મુંબઈ : બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈએ એવી વ્યક્તિની જામીન અરજી પર નિર્દેશો આપ્યા હતા કે, જેની સામે ભારતીય દંડની કલમ 377 (અકુદરતી અપરાધ) અને કલમ 8 (જાતીય અપરાધ) અને કલમ 12 (જાતીય સતામણી) હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. અદાલતે ચુંબનને અકુદરતી યૌન ગુનો ન ગણ્યો અને આરોપીને જામીન આપ્યા હતા.
યૌન શોષણનો નોંધાયો કેસ - છોકરાના પિતાએ FIR નોંધાવતા જણાવ્યું હતું કે, 17 એપ્રિલ, 2021ના રોજ તેમની અલમારી માંથી કેટલાક પૈસા ગાયબ થયેલા જોવા મળ્યા હતા. પૂછપરછ બાદ ખબર પડી કે, તેમનો જ પુત્ર ઓનલાઈન ગેમ રમ્યો હતો અને એપ રિચાર્જ કરવા માટે એક વ્યક્તિને પૈસા ચૂકવ્યા હતા. પુત્રએ જણાવ્યું હતું કે, તે વ્યક્તિએ તેની સાથે યૌન શોષણ કર્યું હતું.
આ પ્રકારનું કૃત્ય ગુનો નથી - 5 મેના આદેશમાં જસ્ટિસ પ્રભુદેસાઈએ અવલોકન કર્યું હતું કે, પીડિતાનું નિવેદન તેમજ પ્રથમ માહિતી રિપોર્ટ પ્રાથમિક દૃષ્ટિએ દર્શાવે છે કે અરજદારે પીડિતાના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો અને તેના હોઠને ચુંબન કર્યું હતું. મારા મતે, પ્રથમ દૃષ્ટિએ તે ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ ગુનો નથી. કલમ 377 જણાવે છે કે, જે કોઈ સ્વેચ્છાએ કોઈ પણ પુરુષ, સ્ત્રી અથવા પ્રાણી સાથે સંભોગ કરે છે, તેને 10 વર્ષ સુધીની સજા અથવા આજીવન કારાવાસ તેમજ દંડ પણ થઇ શકે છે.
આટલી થઇ શકે છે સજા - ન્યાયાધીશે ફરિયાદી રૂતુજા આંબેકરને પૂછ્યું કે, FIRમાં નિવેદન સિવાય કલમ 377ની અરજી બતાવવા માટે કઈ સામગ્રી છે. કારણ કે, છોકરાની મેડિકલ તપાસનો રિપોર્ટ તેને સમર્થન આપતો નથી. જસ્ટિસ પ્રભુદેસાઈએ કહ્યું કે, POCSOની કલમ 8 અને 12 હેઠળના ગુનામાં 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. અરજદાર લગભગ એક વર્ષથી કસ્ટડીમાં છે. આરોપ હજૂ સુધી તય થયો નથી અને નજીકના ભવિષ્યમાં ટ્રાયલ શરૂ થવાની શક્યતા નથી.
જામીન પર થઇ શકે છે છૂટકારો - ઉપરોક્ત હકીકતો અને સંજોગોને ધ્યાને લઈ અરજદાર જામીન મેળવવા માટે હકદાર છે. કોર્ટે અરજદારને જામીન સાથે રૂપિયા 15,000ની બે અંગત જામીન જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. તે દર બે મહિનામાં એકવાર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરશે. ફરિયાદીએ પિતા અને અન્ય સાક્ષીઓ સાથે દખલગીરી કરવી જોઈએ નહીં. પુરાવા સાથે છેડછાડ કરવી નહીં અથવા ફરિયાદી, સાક્ષીઓ અથવા કેસ સાથે જોડાયેલ કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો નહીં. હાઈકોર્ટે તેની જામીન અરજીનો નિકાલ કરતી વખતે કહ્યું હતું કે, અરજદાર ટ્રાયલના સંચાલનમાં સહકાર આપશે અને તમામ તારીખે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેશે.