- વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ અંતે વેચાયું
- 8 નિષ્ફળ પ્રયાસો બાદ અંતે વેચાણ કરાયું
- 135 કરોડની રિઝર્વ પ્રાઈઝની સામે માત્ર 52 કરોડમાં વેચાયું
ન્યૂઝ ડેસ્ક: ભાગેડુ વિજય માલ્યાની બંધ થઈ ગયેલી કંપની કિંગફિશર એરલાઈન્સનું હેડક્વોટર્સ 'કિંગફિશર હાઉસ' આજે શનિવારે વેચાયું છે. હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપર્સ દ્વારા ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ પાસેથી 52 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. આ પ્રોપર્ટીની બેઝ પ્રાઈઝ 135 કરોડ હતી. જેને વેચવાના 8 પ્રયાસો નિષ્પળ ગયા બાદ એક તૃતિયાંશ ભાવમાં વેચાયું છે.
10 હજાર કરોડનું છે દેવું
કિંગફિશર એરલાઈન્સ બંધ થયા બાદ કંપની પર SBIના નેતૃત્વવાળી બેન્કોનું અંદાજે 10 હજાર કરોડ દેવું છે. પ્રોપર્ટીનો એરિયા અંદાજે 1500 સ્ક્વેર ફૂટ છે. જ્યારે પ્લોટ અંદાજે 2400 સ્ક્વેર ફૂટનો છે. બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 2 અપર ફ્લોર ધરાવતા આ વૈભવી હાઉસનું અંતે વેચાણ થઈ ગયું છે.