ETV Bharat / bharat

Atiq -Ashraf Murder case : અતીક-અશરફની હત્યા કરનારા ત્રણેય શૂટરોના 14 દિવસના રિમાન્ડ મંજૂર

અતીક અહેમદ અને અશરફને ગોળીઓથી વીંધી નાખનાર નાખનાર શૂટરોને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે અતીક-અશરફની હત્યા કરનારા ત્રણેય શૂટરોના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 16, 2023, 6:11 PM IST

Updated : Apr 16, 2023, 6:40 PM IST

પ્રયાગરાજઃ અતીક અહેમદ અને અશરફની પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હત્યા કરનારા ત્રણેય શૂટરોને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે અતીક-અશરફની હત્યા કરનારા ત્રણેય શૂટરો 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્રણેયની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

14 દિવસના રિમાન્ડ મંજૂર: પોલીસે અતીક અહેમદ અને અશરફની હત્યા કરનાર ત્રણેય શૂટરોને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે ત્રણેય શૂટરોના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અતીક અને અશરફના હત્યારાઓની સુરક્ષાને જોતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. કોર્ટના દરેક ખૂણા પર ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. કોઈને પણ આવવા કે જવા દેવામાં આવી રહ્યા નથી.

ત્રણેયની અનેક મુદ્દે પૂછપરછ કરાઇ : શનિવારે મોડી રાત્રે કેલ્વિન હોસ્પિટલમાં મેડિકલ માટે લાવવામાં આવેલા માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ત્રણ યુવકોએ ગોળી મારી દીધી હતી. હત્યા કર્યા બાદ ત્રણેય પોલીસ સમક્ષ સરેન્ડર થઈ ગયા હતા. પોલીસે આ ત્રણેય યુવકોને પકડીને પૂછપરછ માટે લઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્યના નામ સામે આવ્યા હતા. ત્રણેય જણાએ કબૂલાત કરી હતી કે તેઓ ડોન બનવા માગતા હતા, તેથી તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. મોડી રાત સુધી પોલીસ ત્રણેયની અનેક મુદ્દે પૂછપરછ કરતી રહી હતી.

આ પણ વાંચો: Atiq Ashraf Murder Case: અસદની કબરની બાજુમાં દફનાવાશે અતીક અહેમદ અને અશરફના મૃતદેહ

કોર્ટમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો : અતીકની હત્યા બાદ પોલીસ દરેક પગલું ખૂબ જ સાવચેતીથી લઈ રહી છે. આ સાથે મીડિયાથી પણ અંતર બનાવવામાં આવ્યું છે. હકીકતમાં, ત્રણેય હત્યારાઓ અતીક અને અશરફને મારવા માટે મીડિયા પર્સન બનીને આવ્યા હતા. આ કારણે મીડિયાને પણ કોર્ટથી દૂર રાખવામાં આવશે. પોલીસ હવે અતીકની હત્યા જેવી ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતી નથી.

Last Updated : Apr 16, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.