- સાંસદ નંદકુમાર સિંહ લાંબા સમયથી બીમાર હતા
- ભોપાલના હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર
- 69 વર્ષની વયે દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ
ખંડવાઃ મધ્યપ્રદેશનના ખંડવાના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણનું દિલ્હીમાં નિધન થયું છે. તેમના નિધનની પુષ્ટિ તેમના પુત્ર હર્ષવર્ધને કરી છે. તેઓ ઘણા દિવસથી બીમાર હતા અને તેમની સારવાર દિલ્હીના એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. સાંસદ નંદકુમાર છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં દાખલ હતા. 11 જાન્યુઆરીએ તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ભોપાલના હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. નંદકુમાર સિંહની તબિયત વધુ લથડતા તેમને દિલ્હીની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સાંસદના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને બે પુત્રી છે.
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું
નંદકુમારના પુત્ર હર્ષવર્ધને જણાવ્યું હતું કે, તેમના અંતિમ સંસ્કાર શાહપુર, બુરહાનપુરમાં થશે. તેઓ 69 વર્ષના હતા. ભાજપના નેતા રહેલા ચૌહાણે પોતાનું રાજકીય જીવન વર્ષ 1978માં શાહપુર નગર કાઉન્સિલથી કરી હતી. ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશન વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પસંદ થયા હતા. વર્ષ 1985થી 1996 સુધી તેઓ ધારાસભ્ય રહ્યા હતા. વર્ષ 1996માં ચૌહાણની પહેલી વખત લોકસભા સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કર્યું હતું કે, હું નંદકુમારજીના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું.