ETV Bharat / bharat

Khalistan Slogan in Dharamshala: વર્લ્ડકપ મેચ પહેલા ધર્મશાળામાં લખેલા ખાલિસ્તાન સ્લોગન, SITની રચના - आईसीसी वर्ल्ड कप 2023

હિમાચલ પ્રદેશના ધરમશાલામાં ICC વર્લ્ડ કપ મેચ પહેલા ખાલિસ્તાનીઓએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાની સમર્થકોએ ધર્મશાલામાં જલ શક્તિ વિભાગની ઓફિસની દિવાલ પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા હતા. જેને લઈને હવે સુરક્ષા એજન્સીઓ અને હિમાચલ પોલીસે કડક વલણ અપનાવ્યું છે.

Khalistan Slogan in Dharamshala
Khalistan Slogan in Dharamshala
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 3:47 PM IST

ધર્મશાલાઃ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં તારીખ 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી વર્લ્ડ કપની મેચ પહેલા ખાલિસ્તાન સમર્થકો સક્રિય થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ધર્મશાલામાં સરકારી વિભાગની દિવાલ પર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કાંગડા પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હવે આ મામલે SITની રચના કરવામાં આવી છે.

સીસીટીવી ફૂટેજની ચકાસણી: આ બાબતની પુષ્ટિ કરતા કાંગડાના SP શાલિની અગ્નિહોત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, પોલીસે આ મામલે સદર પોલીસ સ્ટેશનમાં FIR નોંધી છે. આ મામલાની તપાસ માટે SIT ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ મામલે આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિવાલો પર ખાલિસ્તાની ઝંડા: નોંધનીય છે કે આ પહેલા પણ મે 2022માં ખાલિસ્તાની સમર્થકોએ ધર્મશાળાના તપોવન સ્થિત વિધાનસભા સંકુલમાં ખાલિસ્તાનના નારા લખ્યા હતા. વિધાનસભાના ગેટ અને દિવાલો પર ખાલિસ્તાની ઝંડા લગાવી દીધા હતા. જેના પર પોલીસે કાર્યવાહી કરીને ઘણા ખાલિસ્તાન સમર્થકોની ધરપકડ કરી હતી.દિવાલ પર લખેલા આ સ્લોગનની જાણ એક સ્થાનિક વ્યક્તિએ કાંગડા પોલીસને કરી હતી. માહિતી મળતાં જ એએસપી વીર બહાદુર, ધર્મશાલા સિટી એએસપી હિતેશ લખનપાલ અને પોલીસ સ્ટેશન ધર્મશાલાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

એસપી કાંગડા શાલિની અગ્નિહોત્રીએ આપી માહિતી: એસપી કાંગડા શાલિની અગ્નિહોત્રીએ કહ્યું કે ધર્મશાલામાં પણ વર્લ્ડ કપની મેચો યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ધર્મશાળાનું વાતાવરણ કોઈ પણ સંજોગોમાં બગડવા દેવામાં આવશે નહીં. હવે વર્લ્ડ કપ મેચ પહેલા આવી કાર્યવાહીને કારણે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે એચપીસીએ સ્ટેડિયમમાં વિશ્વકપની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે રમાવાની છે. આ માટે બાંગ્લાદેશની ટીમ ધર્મશાલા પહોંચી ગઈ છે. ICC વર્લ્ડ કપની 5 મેચ ધર્મશાલામાં રમાશે. આવી સ્થિતિમાં ખાલિસ્તાનીઓના આ નાપાક કૃત્યને કારણે સુરક્ષા એજન્સીઓ અને હિમાચલ પોલીસ પણ હરકતમાં આવી છે.

  1. World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેપ્ટન ડેની ઉજવણી, તમામ ટીમના કેપ્ટનની ફોટો સેશન સેરેમની યોજાશે
  2. World Cup Trophy Reach Gujarat: ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.