કેરળ : કોઝિકોડમાં જીવલેણ રોગ નિપાહના ચાર કેસ નોંધાયા હોવાની સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે. આ રોગની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આરોગ્ય વિભાગે આરોગ્ય કર્મચારીઓને પોતપોતાના વિસ્તારના તકેદારી રાખવાનો આદેશ આપ્યો છે. કોઈપણ શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક તપાસ કરાવવા કહેવામાં આવ્યું છે.
નિપાહ વાયરસથી 4 મોત : કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વિણા જ્યોર્જનું કહેવું છે કે, કોઝિકોડમાં ચાર લોકો નિપાહ વાયરસથી સંક્રમિત થયા છે. અગાઉ બે લોકોના મોત થયા હતા. તેમાંથી એક વ્યક્તિના રિપોર્ટ આજે આવતા પોઝિટિવ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે મૃત્યુ પામનાર પ્રથમ વ્યક્તિ પણ નિપાહ વાયરસથી સંક્રમિત થયો હતો. પ્રથમ મૃત વ્યક્તિનો પુત્ર સહિત અન્ય એક વ્યક્તિ પણ નિપાહ વાયરસથી સંક્રમિત હતા. નિપાહ વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર અને દેખરેખ રાખવામાં આવી રહી છે. સંક્રમિત વ્યક્તિના સેમ્પલ પુના એનઆઈવીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તેમના પરિણામો આજે બહાર આવ્યા હતા.
કોઝિકોડમાં ચાર લોકો નિપાહ વાયરસથી સંક્રમિત થયા છે. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોનુ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેના માટે સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં સંક્રમિત લોકોનો રૂટ મેપ તૈયાર કરવામાં આવશે. -- વિણા જ્યોર્જ (સ્વાસ્થ્ય પ્રધાન)
સંક્રમણ ફેલાયું હશે ? કેરળના સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, કોઝિકોડના મારુથોંકારા અને અયાનચેરીમાં મૃત્યુ પામેલા લોકોના સંપર્કમાં આવેલા 168 લોકોની માહિતી મળી છે. ઉપરાંત અગાઉ મૃત્યુ પામેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા 158 એવા લોકો મળી આવ્યા હતા. જેમાંથી 127 આરોગ્ય વિભાગના અધિકારીઓ હતા. વિણા જ્યોર્જે કહ્યું કે, બાકીના 31 લોકો તેમના સંબંધીઓ અને પડોશીઓ છે. મૃત્યુ પામનાર બીજો વ્યક્તિ 100 થી વધુ લોકોના સંપર્કમાં હતો. પરંતુ તેમાંથી 10 લોકોની જ ઓળખ થઈ હતી. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોનુ લિસ્ટ તૈયાર કરવા માટે સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં સંક્રમિત લોકોનો રૂટ મેપ તૈયાર કરવામાં આવશે.