કેરળ : લોકોમાં હજુ પણ લોટરીની ટિકિટ ખરીદવાનો શોખ છે અને ઘણા લોકોએ લોટરી જીતીને પોતાના સપના પણ પૂરા કર્યા છે(In Kerala people love to buy lottery tickets). ઘણા લોકો દાયકાઓથી લોટરી જીતવાની આશામાં વ્યસ્ત છે અને લાખો અને કરોડો રૂપિયા પણ ખર્ચી ચૂક્યા છે(KERALA MAN SPENDS OVER 3 CRORE ON LOTTERY TICKETS). આવો જ કિસ્સો રાજ્યના કન્નુર જિલ્લાના એક દૈનિક વેતન મજૂરનો છે, જેણે લોટરીની ટિકિટ ખરીદવા માટે 52 વર્ષમાં 3.5 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે.
3.5 કરોડની લોટરી ખરીદી કરીવલ્લુરના રોજીંદા મજૂર રાઘવને લોટરીની ટિકિટ ખરીદવા માટે કરોડો ખર્ચ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં તેને લોટરીમાંથી ભાગ્યે જ કોઈ મોટી રકમ મળી છે. જો કે, રાઘવન તેના નસીબથી નિરાશ થયો નથી અને લોટરીની ટિકિટ ખરીદવાનો પોતાનો જુસ્સો ચાલુ રાખવા માટે મક્કમ છે.
52 વર્ષથી લોટરીની ખરીદી કરે છે મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા રાઘવને 1970માં લોટરીની ટિકિટ ખરીદવાની શરૂઆત કરી હતી. જ્યારે તે માત્ર 18 વર્ષનો હતો, ત્યારથી રાઘવે ટિકિટ ખરીદવાનું ચાલું કર્યું હતું અને દરરોજ 10 ટિકિટ ખરીદે છે. તેણે કેરળમાં લોટરીના ઈતિહાસમાં સૌથી વધુ ઈનામની રકમ ધરાવતી લોટરી સ્કીમ ઓનમ બમ્પરની ટિકિટ પણ લીધી હતી.
મોટી રકમ ન જીતવા છતા હિંમત નથી હારી રાઘવને અત્યાર સુધી ખરીદેલી તમામ લોટરીની ટિકિટો પોતાની પાસે રાખી છે. તેઓએ ટિકિટોને બોરીઓમાં પેક કરી છે અને લોટરી ટિકિટો પાછળ ખર્ચવામાં આવેલી કુલ રકમ રૂપિયા 3.5 કરોડથી વધુ છે. રાઘવને અત્યાર સુધીમાં લોટરી દ્વારા વધુમાં વધુ 5,000 રૂપિયા જીત્યા છે. રાઘવનનું કહેવું છે કે તે લોટરી ટિકિટ પર પોતાની મહેનતના પૈસા ખર્ચવાનું ચાલુ રાખશે. તેના પરિવારને તેની આ આદતથી કોઈ સમસ્યા નથી અને તે તેને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. તેની પત્ની શાંતા વિચારે છે કે કદાચ એક દિવસ રાઘવનને તેની ખોટ ભરપાઈ કરવા બમ્પર લોટરી લાગી જશે.