- કેરળમાં સ્થાનિક સંસ્થાની ચૂંટણીના ત્રીજા ચરણ માટે મતદાન યોજાયું
- ચૂંટણીના પરિણામને લઇ કોંગ્રેસ આશાન્વિત
- મત ગણતરી બુધવારે થશે
તિરુવનંતપુરમઃ કેરળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ત્રીજા અને અંતિમ ચરણનું મતદાન આજે (સોમવાર) સવારે 7 કલાકથી શરૂ થયું છે. રાજ્યના મુખ્ય પ્રધાન પી વિજયને કન્નૂર જિલ્લાના પિનરાઇમાં એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો હતો.
કેરળમાં સ્થાનિક સંસ્થાની ચૂંટણીના ત્રીજા તેમજ અંતિમ ચરણનું મતદાન શરૂ છે. કોંગ્રેસ ચૂંટણીના પરિણામને લઇને આશાન્વિત છે.
કોઝિકોડના ચોમ્બાલામાં એક પોલિંગ બૂથ પર વોટ આપ્યા બાદ કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ એમ. રામચંદ્રને કહ્યું કે, અમે આ સ્થાનિક ચૂંટણીના પરિણામને લઇ ખૂબ આશાવાદી છીએ. લોકો નિશ્ચિત રુપે સત્તારુઢ સરકાર વિરૂદ્ધ મતદાન કરશે.
સ્થાનિક સંસ્થાની ચૂંટણી
ત્રીજા ચરણમાં રાજ્યના ઉત્તરી જિલ્લા મલપ્પુરમ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લા આવે છે.
ત્રીજા અને અંતિમ ચરણમાં 354 સ્થાનિક સંસ્થાઓના 6,867 વોર્ડોમાં 22,151 ઉમેદવાર મેદાને છે અને 89,74,996 મતદાતાના ભાગ્યનો નિર્ણય કરશે. જે માટે 10,842 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કુલ 52,285 મતદાન અધિકારી ડ્યૂટીમાં છે.
કોરોના મહામારી વચ્ચે સૌથી વધુ મતદાન
કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં ચાર જિલ્લામાં લોકો મતદાન માટે મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. મતદાન કેન્દ્રો પર મોટી કતારો જોવા મળી રહી છે.
વધુમાં જણાવીએ તો કેરળમાં સ્થાનિક સંસ્થાની ચૂંટણીના બીજા ચરણ માટે 10 નવેમ્બરે મતદાન થયું હતું. બીજા ચરણમાં કોટ્ટાયમ, એર્નાકુલમ, ત્રિશૂર, પલક્કડ અને વાયનાડ જિલ્લામાં 451 સ્થાનિક સંસ્થાના 8116 વોર્ડ માટે 63,187 ઉમેદવાર મેદાને છે.
પહેલા ચરણ માટે આઠ ડિસેમ્બરે મતદાન યોજાયું હતું અને 67 ટકાથી વધુ મતદાન સાથે રેકોર્ડ તુટ્યો હતો. આ ચરણમાં તિરૂવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, અલાપ્પુઝા અને ઇડુક્કીની 395 સ્થાનિક સંસ્થા સામેલ છે.
મહત્વનું છે કે, મતગણતરી બુધવારે થશે.