ETV Bharat / bharat

કેરળ વિધાનસભા ચૂંટણી: બે લઘુમતીઓ વચ્ચે ધ્રુવીકરણને કારણે યુડીએફ મુશ્કેલીમાં

કેરળમાં છેલ્લે પંચાયતોની ચૂંટણી યોજાઈ તેમાં બહુ મોટું રાજકીય પરિવર્તન જોવા મળ્યું હતું. કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ (UDF)ના ટેકેદાર વર્ગ તરીકે બે મોટી લઘુમતીઓ રહી હતી. તે બંને લઘુમતીઓ UDFને તરછોડી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. UDF તરફથી કેરળને બે ખ્રિસ્તી મુખ્ય પ્રધાનો મળ્યા છે આમ છતાં ખ્રિસ્તી મતો સંયુક્ત લોકતાંત્રિક મોરચાને છોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેના કારણે UDF જે મતદાનની ટકાવારી પર આધાર રાખતો હતો તે ખસી રહ્યો તેમ લાગે છે.

author img

By

Published : Jan 31, 2021, 5:09 PM IST

કેરળમાં છેલ્લે પંચાયતોની ચૂંટણી યોજાઈ તેમાં બહુ મોટું રાજકીય પરિવર્તન જોવા મળ્યું હતું. કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ (UDF)ના ટેકેદાર વર્ગ તરીકે બે મોટી લઘુમતીઓ રહી હતી. તે બંને લઘુમતીઓ UDFને તરછોડી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. UDF તરફથી કેરળને બે ખ્રિસ્તી મુખ્ય પ્રધાનો મળ્યા છે આમ છતાં ખ્રિસ્તી મતો સંયુક્ત લોકતાંત્રિક મોરચાને છોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેના કારણે UDF જે મતદાનની ટકાવારી પર આધાર રાખતો હતો તે ખસી રહ્યો તેમ લાગે છે.

કોંગ્રેસને છોડી રહેલા ખ્રિસ્તી મતોથી કેરળના રાજકારણમાં પ્રવેશવા માટે મથી રહેલા ભાજપને ફાયદો થઈ રહ્યો છે. ખ્રિસ્તી ધ્રામિક માન્યતાઓ ડાબેરી માર્ક્સવાદી સિદ્ધાંતો સાથે મેળ બેસાડી શકતી નથી, પરંતુ કેરળની પિનરઇની આગેવાની હેઠળના ડાબેરી લોકતાંત્રિક મોરચાએ માર્ક્સવાદને બાજુએ રાખીને ચર્ચ સાથે સમાધાન સાધવાની કોશિશ કરી હતી. તેના કારણે ચર્ચ અને ડાબેરીઓ વચ્ચે રાજકીય સહયોગનું વાતાવરણ બન્યું હતું. એક બિશપ વિશે પિનરઇએ અભદ્ર શબ્દપ્રયોગ કર્યો હતો, તેમ છતાં રાજકીય સહયોગ શક્ય બન્યો હતો.

સવાલ એ છે કે લાંબા સમયથી કોંગ્રેસને સમર્થન આપતા આવેલા ખ્રિસ્તી મતો શા માટે હવે અલગ વલણ લઈ રહ્યા છે? કેરળમાં હંમેશા કોમી સદભાવી વાતો થાય છે, પરંતુ કરુણતા એ છે કે આ રાજ્યમાં જ બે મોટી લઘુમતીઓ વચ્ચે ધ્રુવીકરણ થઈ રહ્યું છે. કેરળમાં કઈ લઘુમતીનું વર્ચસ્વ જામે તે માટે આજે બંને લઘુમતીમાં હરિફાઈ જાગી છે.

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) કોંગ્રેસની આગેવાની હેઠળના મોરચાનો અગત્યનો સાથી પક્ષ રહ્યો છે. મુસ્લિમ સમાજના મધ્યમમાર્ગી વર્ગનું પ્રતિનિધિત્વ આ પક્ષ કરતો આવ્યો છે અને છેલ્લા 15 વર્ષથી તે રાજ્યમાં 18થી 23 બેઠકો જીતતો રહ્યો છે. જોકે હાલના સમયમાં IUML તરફથી લેવાયેલા બે પગલાંને કારણે ધ્રુવીકરણ થયાનું મનાય છે. એક મામલો છે વેલફેર પાર્ટીને પણ UDFમાં સામેલ કરવા માટેના તેના પ્રયાસો. વેલફેર પાર્ટી ઉદ્દામવાદી ઇસ્લામી વિચારો ધરાવે છે અને તેના કારણે નારાજગી છે. બીજી બાબત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે IUMLના નેતા પનક્કડ સાદિક અલી શિહાબ થંગલે લખેલો એક લેખ. તુર્કીમાં શાસક પક્ષે હેરિયા સોફિયા ચર્ચને ફરીથી મસ્જિદમાં ફેરવી નાખ્યું તેને સમર્થન આપતો એક લેખ સાદિક અલીએ પક્ષના અખબારમાં લખ્યો હતો. સીપીએમના નેતાઓને તક મળી ગઈ અને પ્રહારો કરવાનું શરૂ કરી દીધું કે તુર્કીમાં કોઈ ચર્ચને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવે તેના ધાર્મિક ઉદ્દામવાદનું સમર્થન શા માટે IUML અને UDF દ્વારા થઈ રહ્યું છે.

UDF માટે બીજી મુશ્કેલી ખ્રિસ્તી જૂથો તરફથી પણ આવી. કોંગ્રેસના મોરચામાં ખ્રિસ્તી મતદારોના પ્રતિનિધિ તરીકે કેરળ કોંગ્રેસ (M)ને ગણવામાં આવે છે. જોસ કે. મણીની આગેવાની હેઠળની કેરળ કોંગ્રેસે કોંગ્રેસનો મોરચો છોડી દીધો અને ડાબેરી મોરચામાં જોડાવાનો નિર્ણય કર્યો. ત્રાવણકોર વિસ્તારમાં ખ્રિસ્તી મતોનું પ્રભુત્વ છે અને કોંગ્રેસ માટે કેરળ કોંગ્રેસ સાથેનું જોડાણ ત્યાં અગત્યનું હતું. પરંતુ ખ્રિસ્તી જૂથ અલગ થયું તેનો ફટકો પડ્યો અને પંચાયતોની ચૂંટણીમાં પરંપરાગત ગણાતી બેઠકો પણ કોંગ્રેસની આગેવાની હેઠળના UDF મોરચાએ ગુમાવવી પડી.

ખ્રિસ્તી અને મુસ્લિમ બંને લઘુમતી જૂથો વચ્ચે ધ્રુવીકરણ થઈ રહ્યું છે તે સ્થિતિ જોઈને ભાજપે પણ સોગઠીઓ ગોઠવવાનું શરૂ કરી દીધું હતું. ભાજપે ખ્રિસ્તી મતોને આકર્ષવા માટેના પ્રાસો શરૂ કરી દીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમના રાજ્યપાલ પી. એસ. શ્રીધરણના માધ્યમથી મલનકારા સિરિયન ચર્ચ સાથે સેતુ સાધવાની કોશિશ કરી છે. આ ચર્ચ બિનકેથલિક સૌથી મોટું ખ્રિસ્તી જૂથ છે. આ બિનકેથલિક ખ્રિસ્તી જૂથના બિશપ્સ સાથે વડા પ્રધાને ચર્ચા કરી હતી કે જેથી 100 વર્ષ જૂના એક ચર્ચ અંગેના વિખવાદનો નિકાલ આવી શકે.

આ ઉપરાંત કેરળમાંથી કાર્ડિનલના એક જૂથે પણ વડા પ્રધાનની મુલાકાત લીધી હતી અને તેમને રજૂઆત કરી હતી કે લઘુમતી કલ્યાણની યોજનાઓનો લાભ ખ્રિસ્તીઓને પૂરતા પ્રમાણમાં મળતો નથી તે વિશે કશુંક કરવું રહ્યું. તેઓએ જણાવ્યું કે લઘુમતી કલ્યાણ માટેનું જે પણ ભંડોળ હોય તેમાંથી 80% માત્ર એક જ લઘુમતી સમુદાયને ફાળે જતું રહે છે.

ખ્રિસ્તીઓ પોતાની નારાજીને કારણે કોંગ્રેસની આગેવાની હેઠળના મોરચાને છોડી રહ્યા છે ત્યારે ભાજપ તક જોઈને ખ્રિસ્તી મતોને આકર્ષવા માટે આ રીતે કોશિશ કરી રહ્યો છે. કોંગ્રેસના મોરચામાં ઘણા પક્ષો છે, પણ તેમાં સૌથી વધુ દબદબો IUMLનો રહે છે તેના કારણે ખ્રિસ્તી જૂથોમાં અસંતોષ છે.

ખ્રિસ્તી જૂથો નારાજ થઈ રહ્યા છે તે જાણીને UDF તરફથી નુકસાન ખાળવા પણ પ્રયાસો શરૂ થઈ ગયા છે. IUMLના નેતા પી. કે. કુન્હાલીકુટ્ટીએ કેરળના જુદા જુદા બિશપો સાથે મુલાકાત કરવાનું શરૂ કરી દીધું હતું. UDFની નીતિઓમાં પોતે એકહથ્થુ વગ ધરાવે છે તેવી કોઈ વાત નથી તેવી ખાતરી આપવાની કોશિશ કુન્હાલીકુટ્ટીએ કરી હતી. કુન્હાલીકુટ્ટીની છાપ મોડરેટ અને ઉદારીવાદી નેતા તરીકેની છે. તેઓ અંગત રીતે પણ ઘણા ખ્રિસ્તી નેતાઓ સાથે સારા સંબંધો ધરાવે છે.

કોંગ્રેસના મોરચા તરફથી આ રીતે કુન્હાલીકુટ્ટીએ ખ્રિસ્તીઓની નારાજગી દૂર કરવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. તેઓ બે લઘુમતીઓની લડાઈમાં ત્રીજો ના ફાવી જાય તે વાત ખ્રિસ્તીઓને સમજાવવા કોશિશમાં લાગ્યા છે. તેનો કેટલો ફાયદો થયો અને ખ્રિસ્તીઓ કેટલા માન્યા તે માટે હવે ચૂંટણી પરિણામોની જ રાહ જોવી રહી.

આ વખતે કેરળમાં કોંગ્રેસ માટે પડકાર છે, કેમ કે ડાબેરી મોરચા પાસેથી ફરી એક વાર સત્તા હાંસલ કરવાની છે. કેરળમાં કોંગ્રેસનો અને ડાબેરીઓનો મોરચો વારાફરતી સત્તા પર આવતો રહે છે. તે વારા પ્રમાણે કેરળમાં કોંગ્રેસે જીતવું જરૂરી છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી કેરળના વાયનાડમાંથી જીત્યા છે. તેથી પણ કોંગ્રેસે વધારે જોર દાખવવું જરૂરી છે. પરંતુ બંને લઘુમતીઓ વચ્ચેના ગજગ્રાહને કારણે રાજકીય સ્થિતિ બદલાશે તો તેના કારણે કોંગ્રેસનું કામ મુશ્કેલ બનશે એમ હાલ લાગે છે.

- વર્ગીઝ પી. અબ્રાહમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.