તિરુવનંતપુરમ: કલામસેરીમાં યહોવાહના સાક્ષીઓની પ્રાર્થના સભા દરમિયાન અનેક વિસ્ફોટો બાદ વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. કલામસેરીમાં એક કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના સભા દરમિયાન સવારે થયેલા વિસ્ફોટોમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ બ્લાસ્ટમાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. કેરળના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જે રવિવારે તમામ હોસ્પિટલોને રજા પર ગયેલા આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક પરત ફરવા ચેતવણી આપી હતી.
સ્વાસ્થ્યમંત્રીના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યોર્જે સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર અને મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને શ્રેષ્ઠ સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લાની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. રજા પર ગયેલા તબીબો સહિત તમામ આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
વધારાના સ્ટાફની વ્યવસ્થા: કલામસેરી મેડિકલ કોલેજ, એર્નાકુલમ જનરલ હોસ્પિટલ અને કોટ્ટાયમ મેડિકલ કોલેજમાં વધારાની સુવિધાઓ ઊભી કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે એક નિવેદન દ્વારા માહિતી આપી હતી કે વધારાના સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. મંત્રીએ અધિકારીઓને જિલ્લાની અન્ય હોસ્પિટલોમાં પણ જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે.
ક્યારે બની ઘટના: જામરા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં ખ્રિસ્તીઓની ત્રણ દિવસીય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સભાનો છેલ્લો દિવસ હતો. રવિવારે સવારે કન્વેન્શન સેન્ટરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. અકસ્માત બાદ અહીં અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.