ETV Bharat / bharat

રત્નાગિરીથી કોઝિકોડ ટ્રેનમાં આગ લગાડનાર આરોપીની મહારાષ્ટ્રથી કરાઈ ધરપકડ - KERALA AND MAHARASHTRA

કેરળમાં ટ્રેનમાં આગચંપી કરવાના મામલામાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં મહારાષ્ટ્રના રત્નાગીરીમાંથી એક આરોપીની ધરપકડ કરી છે.

રત્નાગિરીથી કોઝિકોડ ટ્રેનમાં આગ લગાડનાર આરોપીની મહારાષ્ટ્રથી કરાઈ ધરપકડ

author img

By

Published : Apr 5, 2023, 12:28 PM IST

કેરળ: કેરળના કોઝિકોડમાં ઇલાતુર ટ્રેન આગચંપી કેસના આરોપી શાહરૂખ સૈફીની કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં તેને પકડવામાં આવ્યો હતો. અગ્નિદાહ પછી મળેલી બેગમાંથી મળેલી માહિતી અને કેરળ પોલીસ દ્વારા તૈયાર કરાયેલા સ્કેચના આધારે કેરળ પોલીસ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીએ દેશના વિવિધ રેલવે સ્ટેશનોની આસપાસ સર્ચ સઘન બનાવ્યું હતું.

આ પણ વાંચોઃ Budget Session 2023: સંસદમાં હંગામો, લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

NIA ઘટનાની તપાસ કરીઃ કેરળના કોઝિકોડમાં ચાલતી ટ્રેનમાં આગચંપી કરવાના મામલામાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. તેનો ઈરાદો જાણી શકાયો નથી. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. NIA પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન રેલ્વેપ્રધાન અશ્વિની વૈષ્ણવે આરોપીઓની ધરપકડ કરવા બદલ તપાસ એજન્સીઓ અને પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસે આ મામલે જે રીતે કાર્યવાહી કરી છે તે પ્રશંસનીય છે.

રત્નાગીરીમાંથી ધરપકડ કરીઃ કોઝિકોડના ઇલાતુરમાં ટ્રેનમાં આગ લગાડવાના કેસમાં શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. કેરળ પોલીસની વિશેષ તપાસ ટીમે શાહરૂખ સૈફીની મહારાષ્ટ્રના રત્નાગીરીમાંથી ધરપકડ કરી છે, તેની પૂછપરછ ચાલી રહી છે. જ્યારે આરોપી હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેના શરીર અને ચહેરા પર દાઝવાના નિશાન હતા. તે ટ્રેન દ્વારા રત્નાગીરી પહોંચ્યો હોવાનો પણ સંકેત છે. 2 એપ્રિલની રાત્રે કોઝિકોડના ઇલાતુર નજીક અલપ્પુઝા-કન્નૂર એક્ઝિક્યુટિવ ટ્રેનની અંદર પેટ્રોલ સળગાવી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Umesh pal murder case: પ્રયાગરાજ પોલીસને મળ્યો આઇફોન અને રજિસ્ટર

નવ લોકો ઈજાગ્રસ્તઃ આ ઘટનામાં ટ્રેનમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા અને આગને કારણે નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોની ઓળખ મત્તન્નુરના રહેવાસી રહેમત (43), તેની નાની બહેનની પુત્રી સહારા (2) અને મત્તન્નુરના રહેવાસી નૌફીક (41) તરીકે થઈ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આ ઘટનાની તપાસ દરમિયાન ગત રોજ ઉત્તર પ્રદેશમાં પૂછપરછ બાદ એક શકમંદને છોડી દેવામાં આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લેતા કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને તેની તપાસ માટે SITની રચના કરવાનો આદેશ આપ્યો હતો.પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ ઘટનાનો આતંકવાદ સાથે કોઈ સંબંધ છે કે કેમ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.