ETV Bharat / bharat

ઉડાન દરમિયાન આપાતકાલીન ગેટ ખોલવા લાગ્યો પ્રવાસી, મોટી દુર્ઘટના ટળી

દિલ્હીથી વારાણસી આવી રહેલા એક પ્રવાસીએ હોબાળો મચાવ્યો હતો. તેમણે આપાતકાલીન દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આને કારણે વિમાનમાં મોટી દુર્ઘટના થઈ શકતી હતી. હાલમાં આરોપી પ્રવાસી પોલીસની કસ્ટડીમાં છે.

varanasi
varanasi
author img

By

Published : Mar 28, 2021, 6:56 AM IST

  • ઉડાન દરમિયાન આપાતકાલીન ગેટ ખોલવા લાગ્યો પ્રવાસી
  • મોટી દુર્ઘટના ટળી
  • વિમાનમાં 89 લોકો સવાર હતા

વારાણસી: દિલ્હીથી વારાણસી આવી રહેલા સ્પાઈસ જેટ એરલાઈન્સના વિમાનમાં એક પ્રવાસીએ હોબાળો મચાવ્યો હતો. દિલ્હીથી રવાના થયા બાદ પ્રવાસીએ હવામાં ઉડી રહેલ વિમાનનો આપાતકાલીન દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આપાતકાલીન દરવાજો ખુલતા પહેલા જ ક્રુ મેમ્બર અને અન્ય પ્રવાસીઓની મદદથી પ્રવાસી પર અંકુશ મેળવવામાં આવ્યો હતો.

મોટી દુર્ઘટના ટળી

ત્યારે હાલ મોટી દુર્ઘટના બનતા બનતા ટળી ગઈ હતી. પ્રવાસીને સુરક્ષાકર્મીઓએ કસ્ટડીમાં રાખ્યો છે. આગળની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વિમાનમાં બેઠેલા અન્ય પ્રવાસીએ સમગ્ર ઘટના અંગેનો વીડિયો બનાવ્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: કોરોના વાઈરસગ્રસ્ત પ્રવાસી આવતા પાઈલટે વિમાન પરથી લગાવી છલાંગ...

વિમાનમાં હતા 89 લોકો

પ્રાપ્ત થતી માહિતી મુજબ, સ્પાઇસ જેટ એરલાઇન્સનું વિમાન એસજી -2003 શનિવારે બપોરે 2: 15 વાગ્યે દિલ્હી એરપોર્ટથી 89 લોકો સાથે વારાણસીથી રવાના થયું હતું. વિમાનમાં બેઠેલા હરિયાણાના ગુરુગ્રામના રહેવાસી ગૌરવ ખન્ના નામના વ્યક્તિએ વિમાનનો આપાતકાલીન દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રવાસીનો આપાતકાલીન દરવાજો ખોલવાની માહિતી અન્ય પ્રવાસી અને ક્રૂ સભ્યોને મળતા તેઓએ તાત્કાલીક ધોરણે તેને પકડી પાડ્યો હતો. આ સમય દરમિયાન વિમાનમાં સવાર લોકો ગભરાઈ ગયા હતા. વિમાનમાં મહિલાઓ અને બાળકો પણ હતા.

ઉડાન દરમિયાન આપાતકાલીન ગેટ ખોલવા લાગ્યો પ્રવાસી

વારાણસીમાં ઉતરાણ

વિમાનમાં હોબાળો મચાવનાર પ્રવાસીને અન્ય બે લોકો 40 મિનિટ સુધી પકડીને બેસી રહ્યા હતા. ત્યારબાદ વિમાન વારાણસી એરપોર્ટ પર ઉતર્યું હતું. વિમાન ઉતરતા પહેલા એટીસીને પાઇલટ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેના કારણે CISF તેમજ એરલાઇનના સુરક્ષા જવાનો એરપોર્ટ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો: કજાકિસ્તાનમાં વિમાન ક્રેશ, 14 લોકોના મોત, 35 ઇજાગ્રસ્ત

પ્રવાસીની માનસિક હાલત ઠીક નથી

વિમાનના ઉતરાણ બાદ એરલાઈન્સના સુરક્ષાકર્મીએ પ્રવાસીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રવાસીની માનસિક હાલત ઠીક લાગી રહી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.