- કાશ્મીરી પંડિતો કાશ્મીરી સમાજનો અભિન્ન હિસ્સોઃ સ્થાનિકો
- કાશ્મીરી પંડિતો વગર કાશ્મીર અધૂરું છેઃ સ્થાનિકો
- શીતલનાથ મંદિરમાં કાશ્મીરી પંડિતોએ કરી પૂજા
આ પણ વાંચોઃ કાશ્મીરમાં 31 વર્ષ બાદ શીતલનાથ મંદિર ખૂલ્યું
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે કાશ્મીરી પંડિતોએ નવરેહ પ્રસંગ નિમિત્તે શીતલનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન મુસ્લિમ સહિત અન્ય સમુદાયના લોકો અહીં હાજર રહ્યા હતા. નવરેલ મિલન સમારોહમાં હાજરી આપનારા દરેક લોકોએ સોહાર્દનો પરિચય આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ મંદિર અલગાવવાદીઓના ગઢ ડાઉનટાઉન શ્રીનગરમાં આવેલું છે.
આ પણ વાંચોઃ હરિદ્વાર કુંભની તુલના મરકઝ સાથે ન થઈ શકેઃ તીરથસિંહ રાવત
કાશ્મીરી પંડિતોના વિસ્તારના ઘણા મંદિરોમાં નવરેહના દિવસે હવન કરાયો
આ દરમિયાન સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, કાશ્મીર કાશ્મીરી પંડિતો વગર અધુરુ છે. કાશ્મીરી પંડિત અને મુસ્લિમ ફરી એક વાર સાથે આવી રહ્યા છે. આ કાશ્મીરી સમાજનો અભિન્ન હિસ્સો છે. જમ્મુ-કાશ્મીર ભાજપના મહાસચિવ (સંગઠન) અશોક કુમાર કૌલે કહ્યું હતું કે, ઘાટીમાં કાશ્મીરી પંડિતો પરત આવી રહ્યા છે. કાશ્મીરી પંડિતોના વિસ્તારના ઘણા મંદિરોમાં નવરેહના દિવસે હવન કરવામાં આવ્યો હતો.