ETV Bharat / bharat

Maharashtra Assembly Bypoll: કસ્બાપેઠ-ચિંચવડ વિધાસભા બેઠક પર પેટાચૂંટણીનું મતદાન શરૂ - kasba chinchwad vote

મહારાષ્ટ્રમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન રવિવારે સવારથી શરૂ થઈ ગયું હતું. પુણેની બે બેઠક કસ્બાપેઠ અને ચિંચવડમાં વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ છે. આ મતદાન માટે તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. ચૂંટણીપંચ સાથે જોડાયેલા અધિકારીઓએ સંપૂર્ણ વિગત જણાવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું હતું.

Maharashtra Assembly Bypoll: કસ્બાપેઠ-ચિંચવડ વિધાસભા બેઠક પર પેટાચૂંટણીનું મતદાન શરૂ

author img

By

Published : Feb 26, 2023, 8:42 AM IST

પુણેઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન રવિવારે થઈ રહ્યું છે. વિધાનસભાની બેઠકો પર મતદાન શાંતિથી યોજાઈ એ માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા 683 પોલીસની ટુકડીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. પુણે પાસેના કસ્બાપેઠમાં 270 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. 1250 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી રિટર્નિંગ અધિકારી સ્નેહા દેવખાતે જણાવ્યું હતું કે, આ વિસ્તારના મતદાતાઓની કુલ સંખ્યા 275679 છે. આ સિવાય 54 લોકો પોસ્ટલ બેલેટ થકી મતદાન કરશે.

આ પણ વાંચોઃ Maharashtra news: RPF જવાને ટ્રેનમાં ચડતા પડી ગયેલી મહિલાનો જીવ બચાવ્યો

કર્મચારીઓ સ્ટેન્ડ ટુઃ ચિંચવડમાં 150 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં 3000 મતદાન અધિકારી અને 3707 પોલીસ જવાનો તથા 725 અધિકારીઓને મોટા જવાબદારી આપવામાં આવી છે. ચૂંટણી રિટર્નિંગ અધિકારી સચીન ઢોલેએ જણાવ્યું હતું કે, ચિંચવડ વિસ્તારમાં મતદાતાઓની સંખ્યા 568954 છે. આ સિવાય 248 પોસ્ટ બેલેટ થકી મતદાન કરવાના છે. તમામ મતદાન કેન્દ્ર પર પર્યાપ્ત પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. ઈવીએમ અને અન્ય જરૂરી મશીન જે તે મતદાન કેન્દ્ર પર વિતરીત કરવામાં આવ્યા છે. કર્મચારીઓને ચૂંટણીલક્ષી તમામ પ્રકારની તાલિમ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Aurangabad New Name : શું MHAએ ઔરંગાબાદ જિલ્લાનું નામ પણ બદલ્યું છે? વાંચો પરિપત્ર

આદર્શ મતદાન કેન્દ્રઃ ચિંચવડમાં 195 મતદાન કેન્દ્રને સખી મતદાન કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મહિલા અધિકારી તથા અન્ય કર્મચારીઓને જવાબદારી આપવામાં આવી છે. મતદાન કેન્દ્રની સંખ્યા 23395 અને 405 આદર્શ મતદાન કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2022, જાન્યુઆરી 2023માં ભાજપના હાલના ધારાસભ્યો દિગવંત મુક્તા એસ તિલક અને દિગવંત લક્ષ્મણ પી જગતાપના અવસાનને કારણે જિલ્લાની બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

પરિણામ 2 માર્ચેઃ ભાજપને પોતાના અનુભવી નેતા હેમંત એન રસાનેને કસ્બાપેઠ અને જગતાપના પત્ની અશ્વિની જગતાપને ચૂંટણી મેદાને ઊતારવામાં આવ્યા છે. રસાને અને જગતાપ મહાવિકાસ અઘાડી સરકારના ઉમેદવારો સાથે ટક્કરમાં છે. જોવાનું એ રહે છે કે, આ ચૂંટણીનું પરિણામ શું આવે છે. તારીખ 2 માર્ચના રોજ પરિણામ જાહેર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.