બેંગલુરુ: કર્ણાટક નગરપાલિકા ચૂંટણીમાં (Karnataka Urban Local Body Polls) કોંગ્રેસે ભાજપને મોટી હાર આપી છે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આ ચૂંટણીઓમાં કુલ 1184 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી કોંગ્રેસને 501 (congress wins 501 seats) જ્યારે ભાજપને 433 બેઠકો મળી હતી. JD(S)ને 45 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ 205 બેઠકો જીતી હતી.
પટ્ટાણા પંચાયતના 588 વોર્ડમાંથી કોંગ્રેસે 236 પર વિજય મેળવ્યો
કર્ણાટકમાં 20 જિલ્લાઓમાં 58 શહેરી સ્થાનિક સંસ્થાઓ (Karnataka Urban Local Body Polls) માટે 27 ડિસેમ્બરે મતદાન થયું હતું. ગુરુવારે મતોની ગણતરી કરવામાં આવી હતી અને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 42.06 ટકા રહ્યો હતો, જ્યારે ભાજપને 36.9 ટકા અને JD(S)ને 3.8 ટકા વોટ મળ્યા હતા. અપક્ષોને 17.22 ટકા મત મળ્યા હતા. નગરપાલિકા પરિષદના 166 વોર્ડમાંથી કોંગ્રેસને 61 બેઠકો, ભારતીય જનતા પાર્ટીને 67, જનતા દળ-એસને 12 અને અન્યને 26 બેઠકો મળી હતી. નગર પરિષદના 441 વોર્ડમાંથી કોંગ્રેસને 201, ભારતીય જનતા પાર્ટીને 176 અને JDSને 21 બેઠકો મળી છે. પટ્ટાણા પંચાયતના 588 વોર્ડમાંથી કોંગ્રેસે 236, ભારતીય જનતા પાર્ટી 194 અને JDS 12 જ્યારે અન્યોએ 135 વોર્ડ જીત્યા હતા.
ભાજપ 2023માં ફરી સત્તામાં આવવા જઈ રહ્યું છે: બસવરાજ બોમાઈ
આ ચૂંટણીને રાજ્યના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ (Karnataka CM Basavaraj Bommai) માટે આંચકા તરીકે જોવામાં આવી રહી છે. કોંગ્રેસની જીત બાદ વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ પરિણામ દર્શાવે છે કે લોકો ભાજપ સરકારથી નિરાશ છે. પરિણામોએ બતાવ્યું છે કે પૈસાના જોરે ચૂંટણી જીતી શકાતી નથી. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે પણ લોકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. કોંગ્રેસ કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશન સીટો જીતવામાં સફળ રહી છે, જ્યાં લઘુમતીઓની સંખ્યા વધારે છે. કોંગ્રેસને ખુશ રહેવા દો. મહાનગરપાલિકાના પરિણામો પણ ભાજપ માટે સાનુકૂળ છે. ભાજપ 2023માં ફરી સત્તામાં આવવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: Panthachowk Encounter : ત્રણ આતંકવાદીઓ ઠાર, ચાર જવાન ઘાયલ
આ પણ વાંચો: Covid 19 effect on Era of Cheaper Air travel: કોવિડ 19નો મતલબ સસ્તી હવાઈ યાત્રાનો યુગ ખતમ?