બેંગલુરુ: કોંગ્રેસના નેતા અને કર્ણાટકના પૂર્વ ગૃહ પ્રધાન એમબી પાટીલના (former Karnataka home minister M B Patil) ઘરે થયેલી ચોરીના સંબંધમાં ઓડિશાના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે આ વ્યક્તિ પર કોંગ્રેસ નેતાના ઘરેથી 85 લાખ રૂપિયાની વિદેશી ચલણ સહિત છ ઘડિયાળોની ચોરી કરવાનો આરોપ છે. તેણે એમ પણ જણાવ્યું કે આરોપી છેલ્લા 5 વર્ષથી પૂર્વ પ્રધાનના ઘરે કામ કરતો હતો.
આ પણ વાંચો: JDU વિદ્યાર્થી નેતાનો પિસ્તોલ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
આરોપીને ઓડિશાથી ધરપકડ: પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીનું નામ જયંતા દાસ છે અને આરોપીને ઓડિશાથી ધરપકડ કરીને બેંગલુરુ લાવવામાં આવ્યો હતો. તે જ સમયે, ચોરીની ઘટના પછી, કોંગ્રેસ નેતાએ બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીને પાંચ દિવસની કસ્ટડીમાં લીધો છે અને આ મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નાગ પંચમી 2022, જાણો કાલસર્પ દોષની શાંતિની પૂજા કરવાની પદ્ધતિ