મેંગ્લુરૂ-કર્ણાટક: લોન અને દેવાને કારણે અનેક પરિવારોમાં અકાળે ચીરાગ ઓલવાયા છે. પણ દેવાને કારણે એક જ પરિવારના ચાર વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં પોલીસ ટીમ તૈયાર કરીને જુદા જુદા પાસા પર તપાસ કરી રહી છે. કર્ણાટક પોલીસનુું એવું કહેવું છે કે, આ કેસમાં 9 વર્ષની જુડવા દીકરીઓને મારીને વ્યક્તિએ પોતે આત્મહત્યા કરી લીધી છે.
આ પણ વાંચો: Bihar Crime : પુત્રએ ઓનલાઈન મંગાવેલ હથિયારથી પિતાની કરી હત્યા
શું કહે છે પોલીસ: શુક્રવારે વાત કરતા પોલીસે ઉમેર્યું હતું કે, મૈસુરનો રહેવાસી દેવેન્દ્ર, પત્ની નિર્મલા ત્યાર બાદ નવ વર્ષની જોડિયા સંતાન ચૈતન્ય અને ચૈત્રએ સાથે આત્મહત્યા કરી હતી. મૃતદેહ પાસેથી સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, દેવું થઈ જવાને કારણે આત્મહત્યા કરવામાં આવી છે. તમામ લોકો ત્રણ દિવસ સુધી લોજમાં રોકાયા હતા. એક દિવસ માટે લોજનો રૂમ બુક કરવામાં આવ્યો હતો. પછી બે દિવસ લંબાવાયા હતા. જ્યારે રૂમની તપાસ કરવામાં આવી ત્યારે મૃતદેહ પડ્યા હતા
કર્મચારીને આશંકા: જ્યારે દરવાજો ખુલ્યો નહીં એ સમયે કર્મચારીને આશંકા ગઈ હતી. પછી આત્મહત્યા કરી હોવાની વાત પોલીસ સુધી પહોંચી હતી. કુલદીપ કુમાર જૈન અને પોર્ટ સ્ટેશન પોલીસે કજબો લઈને તપાસ ચાલું કરી હતી. પોલીસે ઉમેર્યું હતું.
જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે આ પરિવારના કોઈ વ્યક્તિએ ફોન ઉપાડ્યો ન હતો.પછી જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે મૃતદેહ અસ્તવ્યસ્ત હતા. પોલીસે સ્યુસાઈટ નોટના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પરિવાર પર મોટું દેવું હતું.
આ પણ વાંચો: Surat Crime : વડોદરાથી સુરતમાં મંદિરોમાં હાથ ફેરો કરીને ફરાર થતાં શખ્સો ઝડપાયા
કેસ નોંધાયો: આ સમગ્ર કેસને લઈને પોલીસ તપાસ કરી રહી છે. જોકે, સમગ્ર પરિવારના ચાર લોકો એક સાથે આત્મહત્યા કરી લે એ વાત સામે આવતા પોલીસ પણ શોક થઈ ગઈ હતી. જોકે, દેવાને લઈને કર્ણટક રાજ્યનો આ કોઈ પહેલો કેસ નથી.