ચિકમગલુર: કર્ણાટકના ચિકમગલુર જિલ્લામાં તેના પુત્રને મોબાઈલ ગેમ PUBG રમવાની લત હોવાના કારણે (MOTHER DIED BECAUSE OF SON PUB G GAME) ગુસ્સે થયેલા વ્યક્તિએ મંગળવારે તેની પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના હગલખાન એસ્ટેટમાં બની (man shot wife due to sons pubg addiction) હતી. પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે, જે વ્યવસાયે સિક્યુરિટી ગાર્ડ છે.
આ પણ વાંચો: શ્રીનગર-કારગિલ હાઈવે પર સર્જાયો અકસ્માત, મોતનો આંકડો પહોચ્યો...
સામે જવાબ આપવાથી મામલો વધુ વકર્યો: પોલીસે જણાવ્યું કે. મંગળવારે દંપતીનો પુત્ર PUBG રમી રહ્યો હતો, તેણે તેના પિતા ઈમ્તિયાઝનો મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢી નાખ્યો અને પોતાનો મોબાઈલ ચાર્જ કરવા લાગ્યો. આ વાતથી ઈમ્તિયાઝ ગુસ્સે થઈ ગયો હતો અને તેણે તેના પુત્રને ઠપકો આપવાનું શરૂ કર્યું હતુ, જેમાં પુત્રના સામે જવાબ આપવાથી મામલો વધુ વકર્યો હતો.
આ પણ વાંચો: પંજાબના મુખ્યપ્રધાન માનને આંચકો, રાજ્યપાલે 'વન MLA વન પેન્શન' વટહુકમ કર્યો પરત
પુત્ર તરફ બંદૂક તાકી: ઇમ્તિયાઝ નશામાં હોવાથી તેણે તેના પુત્ર તરફ બંદૂક તાકી હતી જેથી તેની માતા મૈમુના દીકરાના બચાવમાં વચ્ચા આવી હતી, આ દરમિયાન બંદૂકની ટ્રિગર દબાઈ ગઈ અને ગોળી નીકળી જે મૈમુનાને વાગી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ તેનું મોત નીપજ્યું હતું. સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા ઈમ્તિયાઝની પોલીસે ધરપકડ કરી લીધી છે અને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.