ETV Bharat / bharat

Karnataka Election 2023: કર્ણાટકમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું પ્રોમીસ - Chief JP Nadda

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે ​​કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે સંકલ્પ પત્ર બહાર પાડ્યો હતો. જેમાં રાજ્યમાં સરકાર બનશે તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ખાતરી આપવામાં આવી છે. જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજમાં રાહત આપવામાં આવી છે. ખેડૂતો માટે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને બિયારણ માટે 10,000 રૂપિયાની ઓફર કરવામાં આવી છે.

Karnataka Election 2023:  બીજેપી ચીફ જેપી નડ્ડા મેનિફેસ્ટોની જાહેરાત કરી શકે છે.

author img

By

Published : May 1, 2023, 9:47 AM IST

Updated : May 1, 2023, 12:15 PM IST

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા રેવડીઓ જાહેર કરવામાં આવી રહી છે. ચૂંટણી નજીક આવી રહી છે તેથી તેને કાગળ પર જાહેર કરવાના હેતુથી દરેક રાજકીય પક્ષો મેનિફેસ્ટો, સંકલ્પ પત્ર જેવા રૂપકડાં નામોથી જાહેર કરવામાં આવ્યા છે . બીજી બાજુ ભાજપ તો નવી દુલ્હની જેમ મુરતીયાની મુહ દિખાઇ કરતી જોવા મળે છે. પછી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી કર્ણાટકની ચૂંટણી હોય. ઉમેદવારનું લીસ્ટ સૌથી પાછળ જોવા મળ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 નજીક આવતાં, ભાજપ દ્વારા આજે વિઝન ડોક્યુમેન્ટ (સંકલ્પ પત્ર) બહાર પાડવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યા બાદ કહ્યું કે, 'કર્ણાટકનો ઢંઢેરો વાતાનુકૂલિત રૂમમાં બેસીને બનાવવામાં આવ્યો નથી, પરંતુ યોગ્ય કવાયત કરવામાં આવી છે. તેની તૈયારીમાં કાર્યકરોએ ભારે મહેનત કરી છે.

આ પણ વાંચો Bengaluru road rage incident : કલાકાર મહિલા, યુવકને કારના બોનેટ પર બેસાડી આખા ગામમાં ફરાવ્યો

અનાજની ખાતરી: સંકલ્પ પત્રમાં ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરાયેલી ભલામણોના આધારે કર્ણાટકમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણનો સમાવેશ થાય છે. કહેવામાં આવ્યું છે કે સરકાર બન્યા બાદ રાજ્યમાં અટલ આહાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે. બીપીએલ પરિવારોને ત્રણ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે અને આર્થિક રીતે નબળા પરિવારોને અડધો લિટર નંદિની દૂધ, પાંચ કિલો ચોખા અને 5 કિલો બરછટ અનાજની ખાતરી આપવામાં આવી છે.

દિગ્ગજ નેતાઓ હાજર: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 નજીક આવી રહી છે. ભાજપ આજે તેનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવશે તેવી ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી ઢંઢેરામાં ભાજપ સમાજના દરેક વર્ગને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરશે. ગત ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. આ દરમિયાન રાજ્યના દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે. ઢંઢેરામાં યુવાનો પર વિશેષ ધ્યાન આપવાની વાત કરવામાં આવી છે. આ સાથે મહિલાઓને પણ તેના કેન્દ્રમાં રાખવામાં આવશે. સાથે જ રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવશે. ઉપરાંત, પ્રથમ વખતના મતદારોને સાથે લેવા માટે, 12માં ધોરણમાં પાસ થયેલા યુવકો અને યુવતીઓ માટે વિશેષ જાહેરાત કરી શકાય છે.

લ્યાણ સલાહકાર સમિતિની રચના: જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજમાં રાહત આપવામાં આવી છે. ખેડૂતો માટે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને બિયારણ માટે 10,000 રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આ સાથે કર્ણાટક એપાર્ટમેન્ટ ઓનરશિપ એક્ટ, 1972માં સુધારાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંગલુરુમાં એપાર્ટમેન્ટના રહેવાસીઓને રાહત આપવા માટે કર્ણાટક નિવાસી કલ્યાણ સલાહકાર સમિતિની રચના કરવાની દરખાસ્ત છે.

સૌથી વધુ તકલીફ: અગાઉ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં સમાજના દરેક વર્ગને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ગાય સંરક્ષણના ઉપાયો પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારે કોલારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, પોતાની અને સાપ વચ્ચેની સરખામણી કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, અહીંના લોકો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કર્ણાટકના કલબુર્ગીમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું, PM મોદી એક 'ઝેરી સાપ' જેવા છે. કોંગ્રેસની આ ટિપ્પણી પર પીએમ મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોંગ્રેસને સૌથી વધુ તકલીફ છે.

આ પણ વાંચો Karnataka Election 2023: કોણ છે KGFની સૌથી ધનિક મહિલા ઉમેદવાર કે જેની પાસે છે 1743 કરોડની સંપત્તિ

વચનો ક્યારેય પૂરા કરતી: કોંગ્રેસ હવે ધમકી આપી રહી છે. તેઓ કહે છે કે, 'મોદી, તમારી કબર ખોદવામાં આવશે.' તેઓ મારી સરખામણી સાપ સાથે કરી રહ્યા છે અને લોકો પાસે વોટ માંગી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશની જનતા મારા માટે ભગવાન શિવના રૂપમાં છે. હું ભગવાનના રૂપમાં જનતાના ગળામાં સાપ હોવાનું સ્વીકારું છું. કર્ણાટકના લોકો તેને 10મી મેના રોજ જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ પાર્ટીને 'ઓલ્ડ એન્જિન' ગણાવી. કોંગ્રેસ એ 'જૂનું એન્જિન' છે. જેના કારણે વિકાસ અટકી ગયો. કોંગ્રેસ પક્ષ જનતાને આપેલા વચનો ક્યારેય પૂરા કરતી નથી. 'અપૂર્ણ ગેરંટી' તેમનો રેકોર્ડ છે. કોંગ્રેસે પ્રજા સાથે છેતરપિંડી કરી છે, પરંતુ ભાજપે વિકાસના અનેક કામો કરીને તમામ બાંયધરી પુરા કરી છે.

Last Updated : May 1, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.