ETV Bharat / bharat

Karnataka Election 2023 Result: ડીકે શિવકુમાર કે સિદ્ધારમૈયા, કર્ણાટકની કમાન કોના હાથમાં ? - Karnataka Election Result update

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. ભાજપને આ વખતે મોટું નુકસાન થયું છે. જીત બાદ કોંગ્રેસ હવે સરકાર બનાવવામાં લાગી ગયું છે. કોંગ્રેસ તરફથી રાજ્યના મુખ્યપ્રધાન તરીકે કોને આગળ કરશે તે હવે જોવાનું રહેશે.

Karnataka Election 2023 Result: ભાજપ, કોંગ્રેસ રણનીતિ બનાવવામાં વ્યસ્ત, અપક્ષોનો સંપર્ક કરવાની તૈયારી

author img

By

Published : May 13, 2023, 10:15 AM IST

Updated : May 13, 2023, 4:05 PM IST

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે મતોની ગણતરી બાદ કોંગ્રેસે કર્ણાટક પર કબ્જો કર્યો હતો. હાલ કોંગ્રેસ તરફથી સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન તરીકે સિદ્ધરમૈયા અને ડીકે શિવકુમારનું નામ સામે આવી રહ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પૂર્વ સીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ નિવેદન આપ્યું છે. તેમણે શનિવારે (13 મે) કહ્યું કે અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએ. હવે અમે વિપક્ષની ભૂમિકા ભજવીશું અને કાર્યકરો સાથે બેસીને જ્યાં ભૂલ થઈ હશે ત્યાં વિચારમંથન કરીશું. ભાજપના કાર્યકરોએ પૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું છે.

સિદ્ધારમૈયા મજબૂત નેતા છે, ધારાસભ્યોનું સમર્થન: સિદ્ધારમૈયા કર્ણાટકમાં કોંગ્રેસના સૌથી મજબૂત નેતા છે. અત્યાર સુધીના તમામ સર્વેમાં તેઓ મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ રહ્યા છે. કર્ણાટકના ગ્રામીણ વિસ્તારોમાં સિદ્ધારમૈયાની પકડ ઘણી મજબૂત છે. કોંગ્રેસની અંદર સિદ્ધારમૈયાના સમર્થકોની સંખ્યા પણ ઘણી વધારે છે. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેથી ધારાસભ્યોમાં પણ તેમની મજબૂત પકડ છે. સિદ્ધારમૈયાએ આ વખતે જાહેરાત કરી છે કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. એટલા માટે તેઓ મુખ્યમંત્રી પદ પર મજબૂત દાવેદારી ધરાવે છે.

મહેનતુ અને મુશ્કેલી નિવારનાર નેતાની ડીકેની ઈમેજ: કર્ણાટક કોંગ્રેસમાં ડીકે શિવકુમારની ઈમેજ મહેનતુ અને લડાયક નેતાની છે. શિવકુમાર કોંગ્રેસમાં મુશ્કેલીનિવારકની ભૂમિકા ભજવતા પણ અનેકવાર જોવા મળ્યા છે. એક સમયે તેમનો રિસોર્ટ ઘણો પ્રખ્યાત હતો. આ ચૂંટણીમાં પણ તેઓ 1 લાખ મતથી જીત્યા છે. શિવકુમારની પણ 2019માં સેન્ટ્રલ એજન્સી દ્વારા એક કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમ છતાં શિવકુમાર કોંગ્રેસમાં જ રહ્યા. 2020માં કર્ણાટકમાં ઉથલપાથલ બાદ શિવકુમારને કોંગ્રેસે રાજ્યની કમાન સોંપી હતી. ત્યારથી શિવકુમારના સમર્થકો તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાવી રહ્યા છે.

પરસ્પર સંમતિના આધારે: કોંગ્રેસ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ અંતર્ગત સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો સ્ક્રૂ ચોક્કસથી અટકશે. જો શિવકુમાર નાયબ મુખ્યમંત્રી બનવા માટે રાજી નહીં થાય તો ભવિષ્યમાં કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે છે.

નેતાઓ વચ્ચે ઊંડી ચર્ચા: કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે આજે કોંગ્રેસની નિર્ણાયક જીત એ પીએમ મોદીની નિર્ણાયક હાર છે. પ્રચારમાં વડાપ્રધાન સિવાય અન્ય કોઈનો ચહેરો દેખાતો નહોતો. નડ્ડાજીએ કહ્યું કે જો તમે કોંગ્રેસને વોટ કરશો તો તમને પીએમના આશીર્વાદ નહીં મળે. પીએમ પોતે ડબલ એન્જિનની વાત કરતા રહ્યા, જેને જનતાએ નકારી કાઢી.

Karnataka Elections 2023: કર્ણાટક ચૂંટણીમાં 184 મહિલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય, આ રહ્યું લીસ્ટ

High Profile Seats of Karnataka: કર્ણાટકની હાઈપ્રોફાઈલ સીટોમાં કોણ છે નોંધપાત્ર જાણો

Karnataka election result: ઉમેદવારો અને પક્ષોની જીત માટે સટ્ટો રમાડ્યો, વીડિયો થયો વાયરલ, ADGPની કડક કાર્યવાહીની ચેતવણી

Last Updated : May 13, 2023, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.