બેલગાવીઃ કોઈ મોટી ગટરમાંથી કાચની બરણીમાં પેક કરેલા સાત નવજાત શિશુ (Foetus Found From Canal) મળે તો? ભલભલા વ્યક્તિના પગ નીચેથી જમીન તો પાતાળ સરકી જાય. શુક્રવારના રોજ મડલૂગી નગરમાંથી સાત મૃતભૃણ મળી આવતા સમગ્ર પંથકમાં (Foetus Found) ચકચાર મચી ગઈ છે. કાચની બરણીમાં પેક (Foetus wrapped in boxes) કરીને એને ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. સ્થાનિકો આ પ્રકારના ભૃણને જોઈને ગભરાઈ ગયા હતા. કુલ પાંચ બરણીમાંથી સાત મૃતભૃણ (Total Seven Foetue Found) મળી આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. મૂડલગી બસ સ્ટેન્ડ પાસે આવેલી મોટી ગટરમાંથી આ મૃતભૃણ મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ પત્નિની હત્યા કરી બોડી સાથે સુતો રહ્યો પતિ, દિકરીને પણ મારવાનો હતો પ્લાન
જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યુંઃ આ વસ્તુ કોણે ફેંકી એ અંગે કોઈ વિગત સામે નથી આવી. પોલીસે સમગ્ર સ્થળની તપાસ કરીને કાયદેસરના પગલાં લીધા છે. 'મુદાલગી ટાઉન બ્રીજ પર પાંચ બરણીમાંથી સાત મૃતભ્રૃણ મળી આવ્યા છે. આ દેખીતી રીતે ગર્ભપરીક્ષણ અને ગર્ભની હત્યા તરીકે ઓળખાય છે. અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીશું. આ તમામ પાંચ મહિનાના ગર્ભ છે, એમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કોહનીએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં લૂંટ થવાનો સિલસિલો હજુ યથાવત, હોસ્પિટલનો કર્મચારી લૂંટાયો
આ પગલું ભરાયુંઃ ભૃણ પહેલેથી જ સ્થાનિક હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા છે. એકવાર કેસ નોંધાયા પછી, તેમને પરીક્ષણ માટે બેલગવી વિજ્ઞાન પ્રયોગશાળામાં લાવવામાં આવે છે. ભ્રૂણની હત્યાની તપાસ માટે એક ટીમ પણ બનાવવામાં આવશે. અમે આ ઘટના અંગે જિલ્લા કલેક્ટરને જાણ કરીશું અને એક ટીમ બનાવીશું', DHOએ જણાવ્યું હતું.